29 C
Ahmedabad
Friday, September 20, 2024

માત્ર એક વિચારથી સામ્રાજ્ય બનાવી શકાય છે.

એકવાર કેફેમાં બહેનપણીઓ સાથે કોફીની ચૂસકી મારતા વિનીતાને એકદમ એવો વિચાર આવ્યો કે હું નોકરી કરવા માટે નથી બની. હું‌ કંઈક મોટું કરવા માટે બની છું. તેણે તેનો એક કરોડ વાર્ષિક પગાર હતો તે કંપનીમાંથી નોકરી છોડી દીધી.

વિનીતાએ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી‌ અને આ પ્રોડક્ટને નાનામાં નાના સ્ટોર સુધી અને દરેક વર્ગના ગ્રાહકો સુધી પહોંચાડી. તેણે‌ પ્રોડકટને નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવીને બહુ જ મોટી કંપનીની સ્થાપના કરી. આજે આ કંપનીની નેટવર્થ (કુલ મૂલ્ય) અંદાજે સો કરોડ છે. આ કંપનીનું નામ સુગર કોસ્મેટિક….અને તેની ફાઉન્ડર વિનીતા સિંહ.

હા જી એક વિચાર અથવા યુક્તિથી ( Idea ) પોતાનું આટલું મોટું સામ્રાજ્ય બનાવી શકાય છે.આ વિચાર કે આઈડિયા ક્યાંથી કલીક થાય ? ચંદ્ર થી ? ના ચંદ્ર તો ઝીગઝેગ વિચારો આપે પણ‌ તરત જ મગજમાં કલીક થાય ને આઈડિયા આવે તો તે માટે‌ બુધ જવાબદાર છે.

જયોતિષના અનેક ગ્રંથોમાં બુધને યુવરાજ, રાજકુમાર અને નપુસંક કહ્યો છે. તો‌ કયાંક તેને‌ બાળકની ઉપમા આપવામાં આવી છે પણ‌ મે મારા અભ્યાસમાં જોયું, જાણ્યું અને અનુભવ્યું છે કે એક બાળકમાં નવું નવું જાણવાની અને કંઈક નવું કરવાની ઘેલછા હોય છે તે મે બુધ ગ્રહ માં જોયું છે.

સાઉથના જાણીતા જ્યોતિષી કે.એન.રાવ સર કહે છે બુધ‌ મિથુન રાશિમાં સ્વગૃહી થાય છે અને કન્યા રાશિમાં ઉચ્ચનો થાય છે. આ બંને રાશિ વાયુ તત્વની રાશિ છે તેથી તેમણે બુધને‌ પ્રાણવાયુ કહ્યો છે.રાવ સાહેબ‌ કહે છે કે બુધ શ્વાસોશ્વાસની ક્રિયાને‌ દર્શાવે છે.યોગ ક્રિયા દ્વારા બુધને બળવાન કરી શકાય છે.

કે.એન.રાવ સાહેબ નું આ તર્ક વાંચતા મને‌ પ્રશ્ન થયો કે બુધ મિથુન રાશિમાં સ્વગૃહી અને કન્યા રાશિમાં ઉચ્ચનો કેમ ? આ પ્રશ્ન થતાં ‌મેં કાળ પુરુષની કુંડળી મૂકી અને જોયું કે સૂર્યની સિંહ રાશિ પછી જ બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો થાય છે અર્થાત સૂર્યના સંપર્કમાં આવ્યા પછી બુધ વધારે બળવાન થઈ જાય છે.

ઉપર જે સ્ટોરી લખી છે તે વિનીતા સિંહની જન્મકુંડળીમાં કન્યા રાશિનો ઉચ્ચનો બુધ છે.

મારા એક ક્લાઈન્ટ છે તેઓ‌ સાત ધોરણ‌‌ જ ભણેલા છે. ૧૬ – ૧૭ વર્ષના થતા તેઓ‌‌ પિતાના પ્રેસ પ્રિન્ટીંગના ધંધામાં ‌જોડાયા. એ વખતે તેમના ‌પિતા નાનું મોટું કામ કરતા હતા. મારા ક્લાઈન્ટે તેમના પિતાના ધંધામાં આગમન કર્યું એના થોડા વર્ષો પછી મારા ક્લાઈન્ટને અડધી રાત્રે આઈડિયા આવ્યો કે તે સરકારનું (Government) નું કામ‌ કરે..તે‌ વખતે અનેક હરીફો વચ્ચે સરકારી કામ મેળવવું અઘરું હતું. મારા ક્લાઈન્ટે માત્ર એક રુપિયો નફો‌ રાખીને સરકારી કામ લીધું.

પાછલા ચૌદ વર્ષથી તેમની પ્રેસમાં સરકારી લવાજમ, પરિપત્રો, પુસ્તકો જેવી અનેક વસ્તુઓ ‌પ્રિન્ટીગ કરે છે. મારા ક્લાઈન્ટે એટલું ‌મોટું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે કે તેમની બહુ મોટી પ્રેસ, ત્રણ‌ મોટા ગોડાઉન અને આશરે વીસેક કર્મચારીઓ તેમના હાથ નીચે કામ કરે છે. હમણા જ તેમણે સિંધુ ભવન રોડ‌ પર દોઢ કરોડનો ફલેટ લીધો છે. આ કલાઇન્ટની‌ જન્મ કુંડળી માં બુધ દેહ સ્થાન માં સૂર્ય સાથે છે.

વાંચકો‌, મેં મારા સંશોધન માં જોયું છે‌‌ કે બુધ જન્મકુંડળીમાં (પૂર્વ થી ઉત્તર) ઈશાન કોણમાં (કોઈ‌પણ‌ રાશિનો) આપોઆપ બળવાન થઈ જાય છે.

અંતમાં કંઈ લખવું હોય ‌તો એટલું લખીશ કે તમે પણ સફળ થાઓ. સુખી થાઓ. તમારા‌ મગજમાં એવો‌ આઈડિયા કે વિચાર કલીક થવો જોઇએ કે તમારું જીવન બદલાઈ જાય.આ માટે તમારી જન્મકુંડળીના બુધને બળવાન કરો.આ આર્ટિકલ થી‌ પ્રેરણા ‌મળી હોય તો‌ બીજાને શેર‌ કરીને તેને પણ‌ પ્રેરણા આપો.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page