29 C
Ahmedabad
Friday, September 20, 2024

મિત્ર-પ્રેમ-જીવનસાથી કેવું હોવું જોઈએ ?

તમે જેવા છો એવા તમને સ્વીકારે એ તમારો મિત્ર,પ્રેમ કે જીવનસાથી બની શકે છે. જે વારંવાર તમારી ખામીઓ શોધીને કે તમારા નકારાત્મક ગુણો શોધીને તમને નકારાત્મક કરે તે તમારો મિત્ર,પ્રેમ કે જીવનસાથી કયારેય બની શકવાને લાયક નથી.તમે તેને બહુ જલદીથી જલદી ટાટા, બાય બાય, અલવિદા કહીને જીવનમાં આગળ વધો.

આપણા આ આત્માને મનુષ્ય શરીર એક જ વાર મળ્યું છે ફરીથી આપણા આત્માને કોનું શરીર ધારણ કરવું પડશે તે આપણને ખબર નથી કે પછી આપણો આત્મા સદગતિ પામીને સ્વર્ગમાં કે દુર્ગતિ પામીને નર્કમાં જવાનો એ પણ આપણને ખબર નથી. આપણો આત્મા ફરીથી કોઈ યોનિમાં જન્મ લઈને આ પૃથ્વી પર પાછો આવશે કે પછી મોક્ષ પામશે એ પણ ખબર નથી તો અત્યારે જે મનુષ્ય જન્મ મળ્યો છે તેને જીવી લો ને. શું કામ આપણે આપણી આસપાસ એવા લોકોને રાખવાના કે જે આપણને સતત નકારાત્મક કરે ? શેના માટે ?

નિરાશ વ્યક્તિઓ નિરાશા ફેલાવે છે અને આશાવાદી વ્યક્તિઓ હંમેશા ખુશખુશાલ રહેતા હોય છે તથા બીજાને જીવન સારી રીતે જીવન જીવવાની આશા આપતા હોય છે.

તમારી આસપાસ એવા લોકોનું ટોળું કરી દો જે લોકોથી તમને આનંદ મળે,સારું જીવન જીવવાની પ્રેરણા મળે, તમારી અંદર સો નકારાત્મક ગુણો કેમ ના હોય તેઓ તમારી અંદર કંઈક હકારાત્મક ગુણો શોધે તેવા મિત્રો બનાવો.

પ્રેમની અને જીવનસાથીની વાત કરું તો મનના વિચારો મળે, બંને એકબીજાને સન્માન આપે, બંને એકબીજાના હકારાત્મક ગુણો સાથે નકારાત્મક ગુણોને પણ સ્વીકારે, બંને વચ્ચે ગાઢ આત્મીયતા હોય, સમર્પણ હોય,સમજણ હોય, તને શું ગમે છે અને તારા માટે શું કરી શકું એવો ભાવ હોય ત્યાં અતૂટ પ્રેમ રહે છે તે તમારો જીવનસાથી બની શકે છે કે હોઈ શકે છે.

ઘણી વખત બે પાત્રો એટલે કે જીવનસાથીઓ વચ્ચે તૂ તૂ મે મે થતી હોય છે તેનું કારણ માત્ર એટલું જ છે કે લગ્ન પહેલા એકબીજાના પોઝિટિવ જોઈને લગ્ન કર્યા હતા પણ ખરી ભાંજગડ ત્યાં ઉભી થાય છે કે લગ્ન પછી એકબીજાના નકારાત્મક ગુણો સ્વીકારી શક્તા નથી અને પછી એકબીજાના નકારાત્મક ગુણોને બદલવાના અથાગ પ્રયત્નોમાં રોજેરોજ કંકાશ થાય છે તેથી તમારૂં જીવનસાથી તમારા અથાગ પ્રયત્ન કરવા છતાં ના સુધર્યુ હોય તો તમે એવું સ્વીકારતા શીખી જાઓ કે તેની સ્વભાવ, પ્રકૃતિ અને આદતને નહી બદલી શકાય.તેની સાથે જ મારે જીવવું પડશે.જો એવું સ્વીકારતા થઈ જશો તો જીવનસાથી સાથે થતા રોજના ઝઘડા સમાપ્ત થઈ જશે. તેને બદલવાની નહી,તે પ્રમાણે એડજેસ્ટ થઈ જવાની વૃત્તિ રાખો જો જો બધુ જ આપોઆપ ઠીક થઈ જશે.

કોઈ વાર જીવનસાથી તમારી સાથે દુર્વ્યવહાર કરતું હોય,તમને મારતું હોય, દારૂ-સટ્ટા જેવી ખરાબ આદતોથી તેણે બધુ બરબાદ કર્યું હોય,તમે તેને સુધારવાની પાછળ તમારી માનસિકતા ખાલી કરી નાખી હોય તો પછી તે રસ્તેથી નીકળી જવું યોગ્ય છે અર્થાત્ તે વ્યક્તિ સાથે એક મિનિટ પણ રહેવું ના જોઈએ.

આપ સૌ ખુશ રહો.આજે તમને કંઈક નવું શીખવવા મોટિવેશન મળે તેવો આર્ટિકલ લખ્યો છે.

કંઈક નવું નવું લખું તો તમને પણ આનંદ મળે ને એમ…..

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page