આ પૃથ્વી પરના તમામ વ્યકિતઓના વાણી,વર્તન, વિચાર તથા વ્યકિતત્વ અલગ અલગ હોય છે. દરેકના પોતપોતાના મંતવ્ય અને અભિપ્રાય હોય છે એ ચાહે કોઈ વસ્તુની બાબતમાં હોય કે કોઈ વ્યકિતની બાબતમાં હોય.કોઇ આપણામાં સારું શોધાવાનો પ્રયત્ન કરતું હોય તો કોઈ આપણામાં ખરાબ જ શોધે અને પછી આપણા વિશે અભિપ્રાય આપે પણ વખાણથી હરખાઈ ના જવું અને ટીકાથી અકળાઈ ના જવું.
એક ગામ હતું ત્યાં ગોવિંદ નામનો છોકરો રહેતો.એકદમ સીધો સાદો ને વ્યવસ્થિત છોકરો. એકવાર ગોવિંદ જીન્સ-ટી-શર્ટ પહેરીને તૈયાર થઈને બહાર મિત્રો સાથે ફરવા જવા નીકળ્યો. ત્યાં તો બાજુના બાંકડે બેઠેલા ચંદુકાકા બોલ્યા કે તને ટી શર્ટ નથી સારી લાગતી. ચંદુકાકાના અભિપ્રાયથી છોકરો પાછો ઘરમાં ગયો ને ટી શર્ટની બદલે શર્ટ પહેરી બહાર આવ્યો તો ચંદુકાકાએ કીધું હવે જામે છે. ગોવિંદ હજી થોડો આગળ ગયો ત્યારે રસ્તામાં એને પાનના ગલ્લે રોકી મળ્યો તો રોકીએ એને પૂછયું કે કયાંક ઈન્ટરવ્યૂ આપવા જાય છે ? ત્યારે ગોવિંદે કહ્યું કે ફરવા જઉ છું. રોકી બોલ્યો કે આવો ફોરમલ શર્ટ પહેરીને ફરવા જાય છે. ના સારું લાગે એમ કર તું મારી નવી ટીશર્ટ પહેરી લે હું હાલ જ લાવ્યો છું હવે શર્ટ કાઢીને ફરીથી ટીશર્ટ પહેરીને આગળ ગયો. આગળ એને પાડોશમાં રહેતા રમીલાકાકી મળ્યા તો એમણે કહ્યું કે કાળો કલર પહેરીને જાય છે ?? કાળો કલર તો પહેરાતો હોય, અપશુકનિયો કલર છે.
ગોવિંદ હવે બધાના અલગ અલગ અભિપ્રાયથી કંટાળી ગયો અને પછી એને ઉંડો વિચાર કરતા સમજાયું કે દરેકના અભિપ્રાય અલગ અલગ હોય છે.દરેક પોતાના વિચાર મુજબ તમને જોવા માંગતો હોય અથવા તો તમારા વિશે વિચારતો હોય એટલે બહુ લોક અભિપ્રાયમાં પડવું નહી પણ આપણને જે ગમે એ કરવું.
તમે સારું કરશો તોય સવાલ ઉઠશે કે તમે સારું કેમ કર્યુ ? આ સારું કરવા પાછળ તમારો કોઈ સ્વાર્થ છે કે નહી એ બધુ ચકાસવા માટેના માસ્ટર માઈન્ડો તમારી પર નજર રાખતા હશે અને તમારી એક ભૂલની રાહ જોતા હશે.જેને વ્યકિતગત રીતે તમારા વિચારો કે તમારું વ્યકિતત્વ ગમે છે એ તમારામાં સો અવગુણ પણ ખરાબ કેમ નહી હોય પણ એક સદગુણ જરૂર શોધી કાઢશે.
સમજ્યા ને ?
મોકલો આ આર્ટિકલ ની લિંક બીજાને…
જય બહુચર માં.