31 C
Ahmedabad
Thursday, September 19, 2024

શું તમે કયારેય વિચાર્યું ?

દરેકના મનમાં વિચારો આવતા હોય છે કે હું આમ કરીશ, તેમ કરીશ. મારી ઈચ્છાઓ મુજબ મારી પાસે આટ આટલી સુખ સુવિધાઓ હશે પણ આ વિચારો માત્ર વિચાર પૂરતા રહી જાય છે. તમે કયારેય વિચાર્યુ છે કે આમ કેમ થાય છે ?

આમ થવાનું યોગ્ય કારણ એ છે કે આપણા મનની અંદર આવતા વિચારને આપણને અમલમાં મૂકતા નથી. વિચારોને પૂરા કરવા માટે તે દિશામાં ક્રિયા કરવી જરૂરી છે.

ધારો કે કોઈ વ્યક્તિને રેસ્ટોરન્ટ ખોલવી છે તો તેના માટે તેને શું કરવું પડશે? સૌથી પહેલા તેની પાસે “Investment” માટે નાણા હોવા જરૂરી છે. તેને રેસ્ટોરન્ટ ખોલવા માટે યોગ્ય જગ્યા (ભાડા પટાની અથવા પોતાની માલિકીની ) હોવી જરૂરી છે. ખુરશી ટેબલો લાવવા પડશે.રસોઈયા અને વેઈટરનો સ્ટાફ જોઈશે. કટલરી જોઈશે. અનાજ અને શાકભાજી જોઈશે અને બીજુ ઘણું બધુ. આમ એક રેસ્ટોરન્ટના ધંધાની શરૂઆત કરવા માટે આ બધી ક્રિયા કરવી જરૂરી છે.

આ ક્રિયાઓ કર્યા પછી સતત ક્રિયાશીલ રહેવું જરૂરી છે. મારા શાળાના શિક્ષક શ્રી વ્યાસ સરે મને શીખવ્યું હતું કે “હંમેશા Update રહેવું અને Up to Date રહેવું” અર્થાત્ તમે જે કામ કરો છો તે Up to Date કામ આપો. તમારી પાસે ગ્રાહકો જરૂર આવશે. તમે જે કામ કરો છો તેમાં સતત કંઈક નવું કરતા રહો. નવા આઈડિયાથી તમે તમારા કામમાં અલગ તરી આવશો.

એક જ ગતિએ ચાલતો ધંધો સ્થિરતા પકડીને લાંબા સમય સુધી ચાલે છે.

જો તમે લાંબા સમય સુધી જે તે ક્ષેત્રમાં છો અને તમને કશું પ્રપ્ત નથી થઈ રહ્યું તો ત્યાંથી નીકળો. બીજું કોઈ ક્ષેત્ર અપનાવો. તમને ગમતું કાર્ય કરો. તમારા શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરી દો. તમને બોરિંગ ફીલ નહી થાય. તમને જે કાર્ય કરવામાં અંતરથી આનંદ મળે તેવું કાર્ય કરો. તમને કંટાળો નહી આવે.

તમે કોઈ પણ કામ કરો છો તેમાં તમારું મગજ, તમારું શરીર એમ બધુ જ ઉપયોગ થઈ રહ્યું છે તેથી મશીનની જેમ કામ કરવાને બદલે થોડો આરામ લઈને કામ કરો. તમારા ભાગ્ય કે પ્રારબ્ધમાંથી કોઈ જ કંઈ નહી લઈ જાય. ફેમિલીને તથા મિત્રોને સમય આપતા રહો નહીતર ભવિષ્યમાં તમારી પાસે કામ અને પૈસા બધુ જ હશે પણ તમારી સાથે હસવાને-રડવાને ફેમિલી કે મિત્રો કોઈ નહી હોય.

જીવનમાં જે વિચાર આવે તેની સારી ખરાબ એમ દરેક બાબતોને વિચારીને અમલમાં મૂકો. ક્રિયા કરો નહીતર વિચાર વિચારમાં જ રહી જશે.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page