28 C
Ahmedabad
Friday, September 20, 2024

પહેલા પીડા (Pain) મળે છે‌ પછી લાભ (Gain) મળે છે.

વાત છે અહીં બે પથ્થરોની.પથ્થર જેવા માણસોની નહી‌ પરંતુ કુદરતી પથ્થરોની.હા જી બે પથ્થરો જે ખૂબ‌ મજબૂત હતા.જેને‌ તોડવા હથોડી નહીં પણ હથોડો જોઈએ.

એકવાર પથ્થર તોડનારો મગન પૂરી ‌નિષ્ઠાથી પોતાનું કાર્ય કરી રહ્યો હતો.જયારે તે પથ્થર તોડી રહ્યો હતો ત્યારે તે પથ્થરમાંથી અવાજ આવ્યો કે ભાઈ મને જોર જોરથી હથોડો ના માર,મને ના તોડ, મને બહુ જ Pain (પીડા) થાય છે અને આ પીડા મને સહન થતી નથી.મગનને દયા આવી તેથી તેણે તે પથ્થર તોડવાનું બંધ કરી દીધું.

હવે મગન તેની પાસે પડેલો બીજો‌ પથ્થર તોડવા લાગ્યો.બીજો‌ પથ્થર મોટા હથોડાના ધા ને‌ ચૂપચાપ રીતે સહન કરવા લાગ્યો. મગને પથ્થર ને‌ પૂછ્યું કે શું તને‌ પીડા (Pain) નથી‌ પહોંચતી ? ત્યારે‌ તે‌ પથ્થરે કહ્યું કે હા મને પીડા પહોંચે છે‌ પણ‌ જો આ પીડા હું સહન નહી કરું તો મારો‌ યોગ્ય જગ્યાએ ઉપયોગ નહીં થાય.પીડા સહન કરીશ‌ તો જ મારો‌ વિકાસ થશે અને યોગ્ય જગ્યાએ ‌મને સ્થાન મળશે.

થોડી વાર પછી‌ એક‌ મૂર્તિકાર વંદન આવ્યો ‌અને‌ તેણે તે તૂટેલા પથ્થરને‌ પોતાની નાની છીણી અને હથોડીથી અલગ અલગ બાજુ થી ઠોકીને સરસ મજાની અંબાજી માતાની મૂર્તિ બનાવી.

ગામવાસીઓ‌ આવ્યાને પથ્થર તોડનારા મગન અને મૂર્તિકાર વંદનને શાબાશી‌ આપવા લાગ્યા.ગામવાસીઓ અંબાજી માતાની મૂર્તિ ઉચકીને મંદિરમાં પધરાવવા જતા હતા ત્યારે એક જણની નજર પેલા બીજા પથ્થર પર પડી કે જેને Pain (પીડા) થવાને લીધે તોડવાની‌ ના‌ પાડી હતી. તે ગામવાસી બોલ્યો કે આ પથ્થર નું શું કરીશું ? ત્યારે બીજા ગામવાસીઓ બોલ્યા કે આ પથ્થરને સાથે લઇ લો આ શ્રી ફળ વધેરવા કામ લાગશે.

વાંચકો, આ વાર્તા નો ભાવાર્થ એમ છે કે ઈશ્વર પહેલાં અસહ્ય પીડા આપે છે અને આ પીડા અમસ્તા નથી આપતો.તે એવું ઈચ્છે છે‌ કે મારા બાળકોના પૂર્વ જન્મના પાપ‌ અને કર્મોનું એક‌ જ સામટું ધોવાણ થાય.

ઈશ્વર આપણને તમામ ઋણમાંથી મુક્ત કરીને અન અપેક્ષિત સુખ આપવા માંગે છે પણ આપણે પેલા પથ્થરની જેમ થોડી પણ‌ પીડા સહન થવા પર બૂમો પાડવા લાગીએ છે.

આપણને‌‌ મળતી પીડા માટે આપણે આપણા કર્મને નહી પણ ઈશ્વરને દોષ આપીએ છે.ઈશ્વરને ભલૂ બુરુ કહીએ છે પછી જ્યારે ઈશ્વર આપણા‌ રોદણાઓથી અને ફરિયાદો થી કંટાળી જાય અને આપણે સહન ના કરી શકીએ એટલે ઈશ્વર આપણા દુ:ખના હપ્તા (Installment) કરી આપે છે અને આપણે પછી એ દુ:ખ‌ આખું જીવન ‌ભોગવવું પડે છે.

દોસ્તો, કયારેય એક સામટૂં દુ:ખ‌ આવી પડે ત્યારે નિરાશ થતા નહી. એટલું સમજી લેજો કે નવું સર્જન થવાનું ‌હોય ત્યારે જૂનું બધું વિસર્જન થાય છે. મારી આ વાત ખાસ‌ ધ્યાનમાં ‌લેજો‌ કે પહેલા પીડા (Pain) મળે છે‌ પછી જ લાભ (Gain) મળે છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page