29 C
Ahmedabad
Thursday, September 19, 2024

રુકમણીની વ્યથા અને રુકમણીનું પરાક્રમ

અહીં જે કંઇ પણ‌ લખું છું તે શ્રી‌ મદ ભાગવત પુરાણ નો આધાર લઈને લખું છું.આ લેખ રજૂ કરવાની મારી શૈલી કંઈક આમ છે.

રુકમણી શ્રી‌ કૃષ્ણને પત્ર લખે છે ” હે શ્રી કૃષ્ણ ! મેં આજ સુધી તમને જોયા નથી પણ અહીંયા વિદર્ભ માં તમારા ગુણોની અપાર પ્રશંસા સાંભળી છે.તમે રંગ-રુપ થી કેવા દેખાવ છો તે હું હજી નથી‌ જાણતી પણ આપના ગુણો અને પરાક્રમની ઘણી ય વાતો મારી સખીઓ પાસેથી સાંભળીને હું તમને મનોમન વરી ચૂકી છું ( મેં મનોમન તમને મારા પતિ માની લીધા છે ). અહીં મારા માતા-પિતા અને મારો ભાઈ રુકમી મારી ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે બળજબરીથી મારા વિવાહ કરાવી રહ્યા છે.મારી મનોકામના તમારી સાથે વિવાહ કરવાની છે અને જો મારા શિશુપાલ સાથે થયા તો હું એ જ ઘડીએ મારા પ્રાણનો ત્યાગ કરીશ.મારી પ્રાર્થના છે કે આપ મને લેવા આવો.હું અંબાજી મંદિરે આપની રાહ જોઈશ.

રુકમણી બ્રાહ્મણ પાસે શ્રી કૃષ્ણને પત્ર મોકલે છે.શ્રી‌ કૃષ્ણ પત્ર વાંચે છે અને તેઓ એવું જાણે છે કે એક સ્ત્રીના તેની ઈચ્છા વિરુદ્ધ બીજે વિવાહ કરાવવા તે યોગ્ય નથી.શ્રી કૃષ્ણ દ્વારકા થી રથ લઈને વિદર્ભ જાય છે. ત્યાં રુકમી ને એવું ખબર પડે છે કે શ્રી કૃષ્ણ મારી બહેન રુકમણી નું હરણ કરવા આવી રહ્યા છે માટે તે સેના લઈને સજ્જ હોય છે.રુકમી અને શ્રી કૃષ્ણનું યુદ્ધ થાય છે અને છેવટે શ્રી કૃષ્ણ રુકમણી નું હરણ કરીને તેમની સાથે વિવાહ કરે છે.

Moral of the story

એક દીકરી કાયમ એવું ઈચ્છે છે કે તેના વિવાહ તેના મનગમતા પાત્ર સાથે થાય અને તે વિવાહ તેના માતા-પિતાના આશીર્વાદથી થાય પરંતુ આધુનિક સમયમાં કેટલીક રુઢિચુસ્ત વિચારધારા દીકરીના માતા-પિતા કે તેનો પરિવાર હંમેશાં દીકરીના જીવનને બરબાદ કરી નાંખતા હોય છે.

હું એવું ચોક્કસથી સ્વીકારું છું કે ઘણીવાર દીકરીએ પસંદ કરેલ પાત્ર સારું ના પણ હોય અને પરિવાર દીકરીને ખાડામાં પડતા રોકતો હોય છે પરંતુ દીકરી એ પસંદ કરેલ પાત્રને એક વાર દીકરીના માતા-પિતાએ ચોક્કસથી મળવું જોઈએ.તેને પૂર્ણ રીતે જાણવું જોઈએ સમજવું જોઈએ પછી જ દીકરી ના વિવાહ માટે વિચારવું જોઈએ પણ અત્યારની રુઢિચુસ્ત માન્યતાઓને લઈને દીકરીના‌ માતા-પિતા દીકરીએ પસંદ કરેલા પાત્રને મળવા પણ‌ નથી માંગતા.ખરેખર આવું ના જ કરવું જોઈએ.

ઘણી વાર દીકરીઓ એવું ક્યારેય નથી ઈચ્છતી કે હું ભાગીને લગ્ન કરું કે પરિવારથી વિરુદ્ધ જઈને લગ્ન કરું? પણ પરિવારની રુઢિચુસ્ત વિચારધારાઓને લીધે દીકરી લવ મેરેજ કરવાનો‌ નિર્ણય લેતી હોય છે.

મેં અત્યાર સુધી જે જાણ્યું છે,જે સમજાયું છે તેને એક જ વાક્યમાં લખું તો

“એક દીકરી ના તેની મરજી વિરુદ્ધ કોઈ પુરુષ જોડે લગ્ન કરાવવા તેનો મતલબ એ થાય છે કે તે દીકરીના માતા-પિતા પોતાની દીકરીને કોઈ પુરુષ સાથે સામેથી બળાત્કાર કરવા મોકલે છે”

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page