19 C
Ahmedabad
Friday, December 20, 2024

જાણો અંકોના આવર્તન વિશે…

સૌથી પહેલા તો આવર્તન એટલે શું ? આવર્તન એટલે વારંવાર થવું. આવર્તનને અંગ્રેજીમાં Frequency કહેવાય છે. વારંવાર જે ફરી ફરીને પાછું આવે છે તેને આવર્તન કહે છે.

અંકોના આવર્તન વિશે વાત કરું તો અંક ૦ થી લઈને અંક ૯ ને ૧૦૦ સુધી ગણો તો આવર્તન અર્થાત્ પુનરાવર્તન થાય છે. સમયના ચક્રમાં પણ સવારે ૧૦:૧૦ વાગે છે તો રાત્રે પણ ૧૦:૧૦ નો સમય ફરીથી આવે છે.

આપણી જન્મતારીખ પણ દર વર્ષે એ જ તારીખ અને એ જ મહિને આપણે ઉજવીએ છે. ધારો કે મારા એક ખાસ મિત્રની જન્મતારીખ ૨૭-૫ છે તો દર વર્ષે ૨૭-૫ નું આવર્તન થાય છે.

આવર્તન સમયનું, કલાકોનું, મિનિટોનું, સેકન્ડોનું થાય છે તેમાં અંકોનું જ આવર્તન થાય છે. જન્મતારીખ અને જન્મના મહિનાઓનું આવર્તન પણ અંકોમાં થાય છે.

આપણે ગણિત પણ ભણતા હતા ત્યારે ગણિતના દાખલાઓમાં પણ અંકોનું આવર્તન થતું હતું.આપણને જે ટકા (Percentage) આવે તેમાં પણ અંકોનું આવર્તન થતું હતું.

અમે શાળાનું ભણતર પૂરું કર્યુ ત્યારે સારી કોલેજમાં એડમિશન લેવા માટે સારા પર્સન્ટેજ % જોઈતા હતા. તે વખતે સારી કોલેજમાં એડમિશન જોઈતું હોય તો કમસે કમ ૭૫ % જોઈતા હતા.આમાં દરેક જગ્યાઓ અંકોની મહત્વતા જણાતી હતી.

તમે રેડિયો ચલાવ્યો હશે અને આઈ થિંક સો અત્યારે પણ ચલાવતા હશો. રેડિયોમાં તમે અંકોનું આવર્તન કરો એટલે કે અંકો યોગ્ય ફ્રિકંવસી પકડે ત્યારે રેડિયોમાં સમાચાર અને ગીતો આવે છે.

આપણા જીવનમાં પણ આવું જ કંઈક છે. આપણને જયાં સુધી અંકોની યોગ્ય ફ્રીકવન્સી મળતી નથી ત્યાં સુધી આપણે જીવનમાં કશું પણ પ્રાપ્ત કરી શકતા નથી અર્થાત્ આપણે યોગ્ય ઉંમરમાં પ્રવેશીએ ત્યારે જ આપણો ભાગ્યોદય થાય છે.

એક ઉદાહરણ આપું તો ધીરેન નામનો એક છોકરો હતો. તેણે તેના જીવનના ૪૫ વર્ષ સુધી અલગ અલગ કાર્યો કર્યા જેમ કે ન્યૂઝપેપર વેચ્યા, પેટ્રોલ પંપ પર નોકરી કરી અને બીજા ઘણાય કાર્યો કર્યા. આ છોકરો જીવનના ૪૬ વર્ષ પછી ધીરુભાઈ અંબાણી બન્યા હતા. છે ને આમાં અંકોનો કમાલ !

તમારી પણ યોગ્ય ઉંમર આવશે એટલે કે તમારી પણ યોગ્ય અંકોની ફ્રિકવન્સી પકડાશે ત્યારે તમે પણ જીવનમાં સફળતાના શિખરે જરૂર પહોંચશો.

ઘણી વાર તમારા નામમાં કોઈ અંકની ઉર્જા ખૂટતી હોય તો જે તે અંકની ઉર્જાનો ઉપયોગ કરીને નામમાં ફેરકાર કરીને અંકોની ફ્રિકવન્સી (આવર્તન ) પકડી શકો છો અને તમને મનપસંદ ગીત વગાડી શકો છો અર્થાત્ તમારા લક્ષ્યો સિદ્ધ કરી શકો છો.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page