એક નાનકડા કેફેથી લઈને ફાઈવ સ્ટાર હોટેલોના માલિકો, સામાન્ય કપડાની દુકાનથી માંડીને બ્રાન્ડેડ ચીજવસ્તુઓના શો રૂમોના માલિકો,ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના મોટા ખેરખાંઓ,લેડીઝ ચીજવસ્તુઓના વિક્રેતાઓ,જવેલરી અને ડાયમંડના નાના- મોટા વેપારીઓ, નાટક, કલા, સંગીત, ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રે જોડાયેલા રંગભૂમિના કલાકારો આ તમામ લોકો પર અંક ૬ અર્થાત્ શુક્રદેવની અસીમ કૃપા હોય છે.
પ્રેમ,આકર્ષણ,સૌંદર્ય,લકઝુરિયસ જીવન,પોઝીટીવ વિચારો, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ,અધિક મિત્રો તેમાં વધારે સ્ત્રી મિત્રો આવી તમામ ખાસિયતો અંક ૬ વાળી વ્યકિતઓમાં જોવા મળે છે. જેની જન્મતારીખ ૬, ૧૫, ૨૪ હોય તેમને આ તમામ બાબતો લાગુ પડે છે.
વૈદિક જયોતિષ અનુસાર જન્મકુંડળીમાં શુક્ર અંક -૨ માં અર્થાત્ વૃષભ રાશિમાં હોય અથવા શુક્ર અંક -૭ માં અર્થાત્ તુલા રાશિમાં હોય તો સ્વગૃહી થયો કહેવાય.જો આ શુક્ર અંક- ૧૨ ના ખાનામાં હોય અર્થાત્ મીન રાશિમાં હોય તો ઉચ્ચનો થયો કહેવાય અને અંક -૬ ના ખાનામાં અર્થાત્ કન્યા રાશિનો હોય તો નીચનો થયો કહેવાય.જો કોઈ અશુભ ગ્રહ સાથેની યુતિમાં કે દષ્ટિસંબંધમાં આ સ્વગૃહી કે ઉચ્ચનો શુક્ર ના આવતો હોય તે તમામ પ્રકારના સુખથી સંપન્ન કરે છે.
અસંખ્ય કુંડળીઓના અભ્યાસ દરમિયાન મેં નીહાળ્યું છે કે શુક્ર સ્વગૃહી કે ઉચ્ચનો થઈને જેટલું ફળ આપે છે તેનાથી અનેક ગણું ફળ શુક્ર અંક ૬ ના ખાનામાં નીચનો હોય તેને આપે છે.ઉદાહરણ તરીકે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કુંભ લગ્નની કુંડળીમાં નીચનો શુક્ર અંક ૬ ના ખાનામાં આઠમાં ભાવમાં છે.
અમેરિકામાં વેપાર જગતની એક જાણીતી હસ્તી ( Business Tycoon ) વોરેન બફેટની વૃશ્વિક લગ્નની કુંડળીમાં અગિયારમાં સ્થાનમાં નીચનો શુક્ર અંક ૬ ના ખાનામાં છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણન સર્વોપલ્લીની ધન લગ્નની કુંડળીમાં શુક્ર દસમા ભાવમાં અંક ૬ ના ખાનામાં છે.
અંક ૬ ના ખાનામાં રહેલા નીચના શુક્રનું નીચત્વ ભંગ કન્યાનો ઉચ્ચનો બુધ કરતો હોય એટલે કે નીચભંગ રાજયોગનું નિર્માણ થતું હોય તો જ અંક ૬ માં રહેલા શુક્નું અનેક ગણું ફળ મળે છે અન્યથા આ નીચનો શુક્ર અંક ૬ ના ખાનાનો આર્થિક પીડા અને જાતીય રોગ આપે છે.
સુખ સમૃદ્ધિવાળું જીવન જીવવા માટે ૬ નંબરનો બંગલો લેવો જોઈએ.ફલેટ લેવો હોય તો E ni value ૫ થઈ અને જો બ્લોક E 1 થતો હોય ૫ + ૧ = ૬ થયો તેથી E 1 બ્લોક પસંદ કરવો.ફલેટનો નંબર લેવો હોય તો ૬, ૧૫, ૨૪,૧૦૫,૨૦૪ નંબરના ફલેટ લેવા.શુક્રના મિત્ર બુધનો અંક ૫ પણ લેવાય હોં.
અંક ૬ વાળા જાતકોએ હંમેશા મહાલક્ષ્મીજીની પૂજા કરવી.મહાલક્ષ્મી અષ્ટકમ,શ્રી સૂકતમ,લક્ષ્મી સૂકતમ,પુરુષ સૂકતમ વગેરે પાઠ કરવા જોઈએ કારણકે શુક્રના ઈષ્ટદેવી સ્વયં લક્ષ્મી છે.
ક્રિકેટની રમતમાં વધુ સારા રન બનાવવા માટે ફોર કરતા સિક્સની વધારે જરૂર હોય છે અને સિક્સ ત્યારે જ વાગે છે જયારે બોલ ઉંચે જાય છે તેથી હંમેશા ઉંચું ધ્યેય રાખવું અને સુખી એવી રીતે થવું કે આપણા કારણે કોઈ દુ:ખી ના થાય.
આમ શુક્રના અંક ૬ નો શુભ રીતે ઉપયોગ કરીને શુક્રની અસીમ કૃપા પ્રાપ્ત કરવી.
જય બહુચર માં.