તમે ગમે તેટલી મહેનત કરીને તમારું નિત્ય કર્મ કરતા હોય પણ તોય તમારું જે તે ક્ષેત્રમાં “નામ” થતું નથી. નામ તો ઠીક પણ તમારું નામ “The Brand Name” પણ નથી થતું તો તમારે ચોકક્સ અંકશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
અંકશાસ્ત્ર કહે છે કે “Name Does Matter” અર્થાત્ નામથી ફરક પડે છે. અંકશાસ્ત્રની પાયથાગોરિયન પદ્ધતિ, સફેરિયન પદ્ધતિ, આધુનિક પદ્ધતિ, કીરો/શેલડિયન પદ્ધતિમાંથી યોગ્ય એક પદ્ધતિનો સમજી વિચારીને તેનો ઉપયોગ કરીને નામના સ્પેલિંગમાં ફેરફાર કરીને અંકશાસ્ત્રનો લાભ મેળવી શકો છો.
તમારા નામમાં જે આલ્ફાબેટની જયાં જરૂર હોય ત્યાં તે આલ્ફાબેટ મૂકીને નામના ફેરફાર કરી શકાય છે.
મેં મારા અભ્યાસ દરમ્યાન જાણ્યું છે જોયું છે કે જો નામનો સરવાળો કરતા જો નામાંક ૪ અને ૮ આવતો હોય તો જીવનમાં કૌભાંડો, જેલ, નિષ્ફળતા, નિરાશા સિવાય કશું મળતું નથી.
હર્ષદ મહેતા,વિજય માલ્યા, નિરવ મોદી, લલિત મોદી, કેતન પારેખ જેવા મહાન માણસોને આપ જાણો જ છો આ બધાનો નામાંક ૪ અને ૮ ની અસર હેઠળ આવે છે.
બોલિવૂડ સેલિબ્રિટી પણ અંકશાસ્ત્રમાં વિશ્વાસ કરે છે જેમ કે આયુષ્માન ખુરાનાએ તેના નામના સ્પેલિંગ વધારાનો “N” અને વધારાનો “R” મૂકયો છે. તેનું નવું નામ Ayushmann Khurrana છે.
અજય દેવગને કોઈ અંકશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તેના નામના સ્પેલિંગમાંથી “A” કાઢી નાખ્યો છે.તેનું નવું નામ Ajay Devgn છે. (જૂનું નામ – Ajay Devgan )
બિહારથી મુંબઈ એકટર બનવા આવેલા રાજકુમાર રાવે તેની આખી અટક બદલી નાખી છે.તેનું સાચું નામ Rajkumar Yadav છે. તેણે અંકશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ નામ અને અટક બદલ્યું છે.તેનું નવું નામ Rajkummar Rao છે.
વાંચકો, કયારેક બહુ મહેનત કરીને થાકી ગયા હોઈએ ને તોય પણ ભાગ્ય ખીલી ઉઠતું ના હોય તો અંકશાસ્ત્રના ગણિતનો સહારો લઈને ભાગ્યની ગાડીને ધક્કો મારી શકાય છે.
આપણા નામનું મહત્વ એવું હોવું જોઇએ કે આપણું નામ પડતા જ કામ થઈ જવું જોઈએ. આપણા નામનું મહત્વ યોગ્ય નામાંકથી વધે છે. નામાંક અને ભાગ્યાંકનો વિરોધાભાસ થાય તે નહી સારો.
બોલિવૂડ સેલિબ્રિટીઝે ઘણાએ પોતાનું નામ બદલેલ છે જેમ કે અક્ષય કુમાર નું સાચું નામ રાજીવ ભાટિયા છે.દિલીપ કુમાર નું સાચું નામ યુસુફ ખાન છે.
કેટલાક ને પોતાના ઓરિજીનલ નામથી સફળતા મળી છે જેમ કે રતન ટાટા, નરેન્દ્ર મોદી,ગૌતમ અદાણી,મુકેશ અંબાણી વગેરે વગેરે ( આમ એટલા માટે થયું કે તેમની તારીખ નો ભાગ્યાંક તેમના ઓરીજીનલ નામ સાથે સેટ થાય છે.
તમે જ જુઓ મેં મારા નામના સ્પેલિંગ victory નો “v” extra મૂક્યો છે.
કોઈ કહેતા હૈ નામ મેં કયા રખા હૈ.
મેં કહેતા હું જાની નામ મેં બહુત કુછ રખા હૈ.
આજે આટલું જ…
જય બહુચર માં.