ગમે તેટલી ઉંમર હોય છતાં હંમેશા યુવાન દેખાય, પોતાની વાણી અને વ્યકિતત્વથી સૌને મોહી લે, અનેક પ્રકારની કલાઓનો ભંડાર હોય,ચતુર બુદ્ધિ ધરાવનાર હોય તથા ગરીબ કુટુંબમાં પણ જન્મેલો રંક કેમ ના હોય પણ પોતાના સંઘર્ષથી સફળ રાજા થાય તેવા જાતક ૨૪ તારીખે જન્મેલા હોય છે.
૨૪ તારીખે જન્મેલા જાતકોની યાદી જણાવું તો ક્રિકેટના ભગવાન સચિન તેડુંલકર,સમગ્ર દુનિયાને આઈફોન એપલ આપનાર સ્ટીવ જોબ્સ,પ્ર્ખ્યાત ગુજરાતી કવિ નર્મદ, બોલીવુડના ક્રિએટિવ ડાયરેકટર સુભાષ ઘાઈ તથા સંજય લીલા ભણશાળી, તમિલનાડુના ભુતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય જયલલિતાજી વગેરે મહાનુભાવો “૨૪” અંકની સફળતાના ઉદાહરણો બન્યા છે.
તમે બજારમાં સોનું લેવા જાવો એટલે ૨૪ કેરેટનું શુદ્ધ સોનું માંગો છો. બરોબર ને ? ઈશ્વરે દિવસના કલાક પણ ૨૪ રાખ્યા છે. હિંદુ ધર્મમાં વિષ્ણુ ભગવાનના અવતાર પણ ૨૪ છે, જૈન ધર્મમાં ૨૪ તીર્થઁકર છે, બૌદ્ધ ધર્મમાં ૨૪ બુદ્ધ છે, બાઈબલમાં ૨૪ અંક ને ઈશ્વરની ઉપાસના સાથે સરખાવ્યો છે. આપણા રાષ્ટ્રધ્વજ તિરંગામાં જે અશોકચક્ર છે એના આરા પણ ૨૪ છે. તો હવે આ પવિત્ર ૨૪ અંકનો સફળતા સાથે શું સંબંધ છે તે જાણીએ.
અંક ૨૪ માં અંક =૨ એટલે ચંદ્ર, અંક ૪ = રાહુ અને અંક ૨૪ નો સરવાળો કરીએ તો અંક =૬ એટલે શુક્રનો સંયોગ સફળતાનો સ્વાદ ચખાડે કારણકે ચંદ્ર મનની ઈચ્છાઓ તથા સર્જનાત્મકતા છે જયાં રાહુ એ છુપો છાયો પડછાયો તથા આકસ્મિક વૃદ્ધિ છે અને શુક્રનો સુખ-સમૃદ્ધિ તથા વૈભવ સાથે સંબંધ છે. અંક ૨૪ દક્ષિણ દિશાનું આધિપત્ય કરે છે.અંક ૨૪ ના ઈષ્ટ દેવી “શ્રી મહાલક્ષ્મી” છે.
પ્રખ્યાત અંકશાસ્ત્રી કીરો અંક ૨૪ વિશે કહે છે કે અંક ૨૪ એ બ્રહ્માંડની ચુંબકીય શકિત છે તેથી અંક ૨૪ ને અન્ય શકિતઓ ( Energy ) આકર્ષિત થાય છે તેના કારણે તે વધુ શકિતશાળી બને છે.અંક ૨૪ તમારા જીવનની મહત્વકાંક્ષા પૂરી કરવા તમને સહાય થાય છે.
તમારા મિત્ર વર્તુળ કે સગા સંબંધીમાં કોઈ ૨૪ તારીખે જન્મેલું હોય એને કદી છોડતા નહી નહીતર બહુ પસ્તાશો કારણકે આ વ્યકિત પોઝિટિવિટીનું પાવર હાઉસ હોય છે.તેથી સતત તમને સહાયરૂપ થશે.૨૪ તારીખે જન્મેલા જાતકોને મારે કંઈક કહેવું હોય તો તમારો યુવાનીકાળ સંધર્ષમાં જાય છે પણ તમે ભલે આજે કંઈ નહી હોવ પણ તમારી આવતીકાલની કલ્પના તમે કયારેય નહી કરી શકો એવા બનશો.
અંક ૨૪ નો લાભ કોઈ પણ વ્યકિત લઈ શકે છે માટે જો અંક ૨૪ નો લાભ લેવો હોય તો ૨૪ તારીખ હોય, વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્રમાં ચંદ્ર કે શુક્ર હોય અથવા ચંદ્ર કે શુક્રની હોરા હોય અને જો તમે કોઈ પણ કાર્ય કરો એટલે સફળ થાઓ,થાઓ ને થાઓ જ.
ચલો બીજી એક Remedies ( ઉપાય ) કહું છું એક નાનું સફેદ કોરું કાગળ લેવાનું, એમાં વાદળી રંગની પેનથી ૨૪ લખીને તે કાગળને વાળ્યા વગર પર્સમાં, ઘરની તિજોરીમાં, દુકાનના ગલ્લામાં કે જયાં ધન મૂકતા હોય ત્યાં મૂકવાનું એનાથી તમારા ધનમાં વૃદ્ધિ થશે.
તમારા ઘરમાં મુખ્ય હોલરૂમમાં દક્ષિણ બાજુ મુખ રહે તેમ ૨૪ અંક સફેદ કાગળમાં વાદળી શાહીથી લખીને ફ્રેમ લગાવી દેવાથી ઘરમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ રહેશે.આજે પણ ૨૪ તારીખ છે તો રાહ ના જોશો. શુભ કામ અત્યારે જ કરો.બીજા ચારનું ભલું થાય તે માટે આ આર્ટિકલ આગળ મોકલવાનું ભૂલતા નહી હોં.
જય બહુચર માં.