23 C
Ahmedabad
Sunday, November 10, 2024

જાણો દેવદિવાળીની પૂનમનું મહત્વ…

શ્રી રામ ભગવાન ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત આવ્યા ત્યારે સમગ્ર લોકે દીપ પ્રગટાવીને “દીવાળી” કરી તેવી જ રીતે ભગવાન શિવે ત્રિપુરેશ્વર નામના રાક્ષસનો એક જ બાણ મારીને વધ કર્યૉ ત્યારે સમગ્ર દેવોએ કાર્તિક સુદ પૂર્ણિમાએ ઘણા “દીપ” પ્રગટાવ્યા તેથી દેવદિવાળી થઈ.

કાર્તિક સ્વામીએ આજના દિવસે તારકાસુરનો વધ કરીને દેવતાઓને તારકાસુરના શ્રાપમાંથી મુક્ત કર્યા હતા.

ચતુર્માસના ચાર માસ દરમિયાન યોગનિંદ્રામાં લીન ભગવાન શ્રી હરિ વિષ્ણુ દેવ ઉઠી અગિયારસના દિવસે જાગૃત થઈને ભગવતી તુલસી (વૃંદા ) સાથે તુલસીવિવાહ કરે છે. આ તુલસીવિવાહનો ઉત્સવ દેવદિવાળી સુધી ચાલે છે અને ભગવાન દેવદિવાળીના શુભ દિવસે ભગવાન પુન: વૈકુંઠ પધારે છે.

દિવાળી પર્વનો અંત આજે દેવદિવાળીથી પૂરો થશે અને અંત શબ્દ આવે એટલે મહાદેવ યાદ આવે એટલે કે જે અનંત અને આદિ છે એ પરમકૃપાળુ ઈશ્વર આપણા જીવનનો દીપક પ્રગટાવે પણ છે અને સમય આવ્યે ત્યારે બૂઝાવે પણ છે.

આજે દેવોના અને શકિતઓના મંદિરોમાં દીપાવલી એટલે કે દીપોની હારમાળા સર્જીને દેવદિવાળી થશે.

ચુંવાળ બહુચરાજી ખાતે અને ટોડા શંખલપુર ખાતે ભવ્ય અન્નકૂટ માતાજીને ધરાવાશે.

વારાણસી કાશીમાં ગંગાના તટે આજે લાખો દીવા પ્રગટાવીને દેવદિવાળીની ઉજવણી કરવામાં આવશે.

અમદાવાદમાં આવેલ કેમ્પ હનુમાનજીને ભવ્ય અન્નકૂટનો ભોગ ધરાવાશે.

આજે ડાકોરમાં રણછોડરાયને રજવાડી સુવર્ણ હીરાજડિત મુગટ ધારણ કરાવવામાં આવશે. મંદિરને દીપમાળાથી સુશોભિત કરવામાં આવશે. “મારે દિવાળી થઈ આજે હરિ મુખ જોવાને” આરતી થશે.

આજની દેવદિવાળીની પૂનમનું મહત્વ સમજાવું તો આજે અગ્નિ (દીપ પ્રગટાવીએ તે) અને શીતળતા (પૂનમનો ચંદ્ર) બંનેનો સમન્વય થઈને એક અદ્ભુત ઉર્જાનો સંચાર થશે અને આ અદ્ભુત ઉર્જામાં પણ આજે દેવદર્શન થાય ને તો આપણામાં શકિત અને તેજનો નવો “દીપક” પ્રગટે અને દેવોના તથા દેવીઓના આશીર્વાદથી આપણી “દેવદિવાળી” સુમધુર થશે.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,570FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page