સત્ય ઘટના પર આધારિત….
(વિશાલને કોરોના થયો..કોરોના થયો અને આખા સંઘમાં હાહાકાર મચી ગયો.)
હોળીના સમયે હું છેલ્લા ૧૮ વર્ષથી સળંગ શ્રી બેચર ભગત પગપાળા સંઘમાં બહુચરાજી પગપાળા જઉં છું. આ સંધ ૮૭ વર્ષ જૂનો છે. આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારથી આ સંધ અમદાવાદ આસ્ટોડિયાથી પગપાળા બહુચરાજી જાય છે. આ સંધમાં મારા પુરુષોતમકાકા જતા અને અમને ભત્રીજાઓને આ સંધમાં પુરુષોતમ કાકાએ બતાવ્યો હતો.
વર્ષ ૨૦૨૧ ની તદન સાચી વાત અહીં લખું છું. સંધ અમદાવાદ શ્રી બેચર ભગતના ઘરેથી નીકળ્યો એ દિવસે ઘરેથી હું પગપાળા નીકળ્યો ત્યારે મને કંઈક સારું ફીલ નહોતું થતું. મનોમન કંઈક નકારાત્મક ભાવના થતી હતી. મેં આ અંગે મારા મિત્ર ઉજવ્વલભાઈને ફોનમાં કહ્યું કે મને કંઈક નકારાત્મકતા આવે છે પણ કંઈ સમજાતું નથી. ઉજવ્વલભાઈએ સમજાયું કે ચિંતા ના કરો. આ કંઈક વહેમ હોઈ શકે છે.હું આનંદના ગરબા કરતો કરતો સત્તાધાર ચાર રસ્તે પહોંચ્યો અને સંઘની સાથે જોડાઈ ગયો. એ દિવસે રાત્રે અમે સાંતેજ પહોંચ્યા ત્યારે મને રાત્રે હાથ પગ દુ:ખવા લાગ્યા.મેં મિત્રને કહ્યું કે મને હાથ પગ દુખાય છે. તેમણે મને દવા આપી. મેં દવા લીધી અને સૂઈ ગયો.
બીજે દિવસે સવારે સંઘ સાંતેજથી નીકળ્યો.મને સખત શરીર તૂટતું હતું. સાંતેજથી ખાત્રજ પહોંચતા સુધી મારાથી ચલાય જ નહી તેથી હું સંધની ગાડીમાં બેસી ગયો. રાત સુધીમાં મને સખત તાવ ચડયો. હું આખો દિવસ ગાડીમાં બેઠા બેઠા પડતા નાંખતો હતો. અમે રાત્રે કડી પહોંચ્યા ત્યારે મારા મિત્ર એ મને કહ્યું કે વિશાલ તું અત્યારે અલગ રૂમમાં સૂઈ જા અને કાલે સવારે તું કોરોનાનો રિપોર્ટ કઢાવી દેજે કારણકે તને કોરોના થયો હશે તો બધાને થશે.
મારું મન તે મિત્ર ની વાત માનવા તૈયાર નહોતું છતાંય તેનું માન રાખીને હું અલગ સૂઈ ગયો અને બીજા દિવસે કડી આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો રિપોર્ટ કઢાવા ગયો.
કડી આરોગ્ય કેન્દ્રમાં કોરોના રિપોર્ટ આવ્થો અને હું કોરોના પોઝિટિવ આવ્યો. મેં સંધના કાર્યકર્તાઓને ફોન કરીને જાણ કરી. હવે પ્રશ્ન થયો કે હવે હું ઘરે કેવી રીતે પાછો જઉં ? કારણકે જો બસમાં કે કોઈ વાહનમાં જઉં તો બધાને કોરોના થઈ જાય. મેં મારા મિત્ર બ્રિજેશને ફોન કર્યો. બ્રિજેશ પોતાની કંઈ ચિંતા કર્યા વગર અમદાવાદથી ગાડી લઇને મને લેવા આવ્યો હતો.
ઘરે આવીને હું ખૂબ રડયો કે કેમ આમ થયું ? પણ પછી મમ્મીએ સમજાવ્યું કે “માતાજીને જે ગમ્યું તે ખરું”
આખા સંધમાં વાયુવેગે મારી વાત ફેલાઈ ગઈ કે વિશાલને કોરોના થયો.. કોરોના થયો અને આખા સંઘમાં હાહાકાર મચી ગયો.
અમારા સંઘમાં સંજયભાઈ મોદી આવે છે જે મેડીકલ ફિલ્ડ માં છે અને સંઘની રસોડાની તમામ જવાબદારી સંભાળે છે. સંધ રાત્રે ભોંયણી પહોંચ્યો ત્યારે સંજયભાઈએ રાત્રે મેડીકલ ટીમ બોલાવીને આખા સંધનો કોરોના ટેસ્ટ કર્યો. ટેસ્ટ કર્યો ત્યારે સૌ કોઈ ભયમાં હતા કે વિશાલનો કોરોનાનો ચેપ અમને ના લાગી ગયો હોય એમ ! પણ માઁ બહુચરે મારી અને મેં અત્યાર સુધી કરેલી ભક્તિની એવી લાજ રાખી કે આખા સંઘનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. મારા મોટા ભાઈએ મને આ વાત ફોનમાં કહી ત્યારે “મારી આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા કે હે માઁ ! તે આ મારી બહુ મોટી લાજ રાખી કારણકે સંધમાં કોઈને પણ મારા કારણે કંઈ થતું તો હું મારી જાતને માફ ના કરી શકતો.
બીજા દિવસે હું નોર્મલ હતો. મને કંઈ જ તાવ નહોતો શરીર પણ દુ:ખતું નહોતું તેથી હું મારી ગાડી લઈને આંબાવાડી પ્રાઈવેટ લેબમાં કોરાનાનો ફરીથી રિપોર્ટ કઢાવા ગયો. ત્યારે મને એ રિપોર્ટમાં માઈનોર કોરોના ડિટેકટ થયો.
પૂનમે સંધની ધજા ચડીને એના મને મારા ભાઈએ વિડિયો કોલિંગથી દર્શન કરાવ્યા.
બે દિવસ મેં પેલું અજમાનું ગરમ પાણીનો નાસ લેવાના અને પેરાસીટામોલ લેવાના બધા નુસખા કર્યા પણ મારું મન માનવા તૈયાર નહોતું કે મને કોરોના થયો છે કારણકે કોરોના એક વહેમ છે જે રાહુએ ફેલાયેલો છે એમ મારું અંગત પણે માનવું હતું તેથી ત્રીજા દિવસે ફરીથી હું બીજા એક પ્રાઈવેટ લેબમાં મારો કોરાના રિપોર્ટ કઢાવા ગયો તો બોલો ત્યાં મને કોરોના નેગેટિવ આવ્યો.
એ વખતે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા કે શું મારાથી કોઈ માતાજીની ભૂલ થઈ હશે તો મારે સંધમાંથી પાછું આવવું પડયું ? મને કોરોના હતો જ નહી તો આ બધુ કેમ થયું ? મેં મારી જાતને કે માતાજીને મનોમન આવા ઘણા પ્રશ્નો પૂછયા પણ કંઈ જવાબ મળતો નહોતો કે કેમ આમ થયું ? મને આ વિશે મારા મિત્ર ઉજજવ્લભાઈએ કેટલુંય સમજાયું કે તારા માટે માતાજીએ કંઈક સારું વિચાર્યુ હશે પણ હું માનું જ નહી ને.
મેં પેલા લેબ વાળા ભાઈને ફોન કર્યો તે લેબ વાળા ભાઈએ મને એમ સમજાવ્યું કે જે કોરોના ડિટેકટ કરે છે એ મશીન માણસે જ બનાવ્યું છે તો એમાં પાકાપાયે કોઈ તારણ ના આવે.
પણ મારા મનમાં સીધો પ્રશ્ન માતાજી સાથે હતો કે આટલા વર્ષોથી હું સંઘમાં આવું છું ને આ વર્ષે કેમ આમ થયું ?
મેં મારી જાતને ઘણું પોઝીટીવ સમજાવ્યું કે કંઈ નહી જે થયું તે થયું પણ હવે જે કંઈ પણ થયું એમાં માતાજીની ઈચ્છા હશે.
આ ઘટના બન્યા પછી બે મહિના પછી હું એક નહી પણ બે પૂનમ અમદાવાદથી પગપાળા નિર્વિઘ્ને બહુચરાજી જઈ આવ્યો અને ત્યારે મને એમ સમજાયું કે માતાજી એમ ઈચ્છતા હશે કે હું એક વાર નહી બે વાર પગપાળા બહુચરાજી આવું.
પ્રિય વાંચકો, આપણું કયારેય સારું ના થાય ત્યારે એમ સમજી લેવું કે માતાજીની ઈચ્છા આનાથી પણ કંઈક વધુ સારું કરવાની છે. એના નિર્ણયને માથે ચડાવવો. એણે જે કંઈ પણ કર્યુ એ સ્વીકારી લેવું કારણકે એમાં ૧૦૦ % આપણું ભલું હોય છે.
જય બહુચર માઁ.