26 C
Ahmedabad
Saturday, December 21, 2024

તંત્રની નવમ મહાવિદ્યા – માતંગી

દેવી ભાગવત પુરાણ અનુસાર માતંગી દસ મહાવિદ્યાઓમાં નવમી મહાવિદ્યા છે.

શકતાગમ અનુસાર ઋષિઓમાં મતંગ ઋષિએ અત્યંત ક્રૂર વિભૂતિઓને વશમાં લેવા તેમજ ઉપદ્રવને શાંત કરવા કદંબના વનમાં ઘોર તપ કર્યું. આ તપને કારણે ત્રિપુરસુંદરી દેવી પ્રગટ થયા. તેમના નેત્રોમાંથી તેજ પુંજ ઉત્પન્ન થયા અને તેઓ “માતંગી” ના રૂપમાં પ્રગટયા.

મતંગાસુરનો નાશ કરવાને લીધે તથા મદશીલત્વને કારણે દેવી માતંગી તરીકે ઓળખાય છે.

ભાદરવાની આઠમે માતંગીનો પાદુર્ભાવ થયો હતો.

અઘોર તંત્ર સાધના ગ્રંથ મુજબ એક વખત માઁ આદિ પરાશક્તિને ચાંડાલ સ્ત્રીઓએ એંઠા ભોજનનો ભોગ લગાવ્યો ત્યારે સમસ્ત દેવતાગણ અને શિવના પાર્ષદોએ આ વાતનો સખત વિરોધ કર્યો પરંતુ માઁ આદિ પરાશક્તિએ ચાંડાલ સ્ત્રીઓએ શ્રદ્ધાથી ધરાવેલો ભોગ “માતંગી” સ્વરૂપે સ્વીકાર્યો.

કૌલાન્તક તંત્ર અનુસાર મનુષ્યની પાસે બધુ જ હોય છે અને પણ તે નિત્ય (કાયમ) નથી રહેતું પરંતુ જે હંમેશા નિત્ય રહે છે તે “માતંગી” ની કૃપાથી રહે છે. આપણે જે કંઈ પણ કાર્યમાં કરીએ છે તેમાં રસ અને આનંદ પૂરવાનું કાર્ય માતંગી કરે છે.

મનુષ્યની અંદર જ્ઞાન-વિજ્ઞાન અને તર્ક-વિતર્ક સંચાલન કરનારી શક્તિ “માતંગી” છે.
માતંગીના ભૈરવ “મતંગ” (શિવ) છે.
આગમ તંત્ર પ્રમાણે માતંગી તાંત્રિકોની સરસ્વતી છે.
તંત્રનો સાધક માતંગીની પૂજા પલાસના ફૂલો, મલ્લિકાના પુષ્પો અને બિલ્વપત્રથી કરે છે.
માતંગીનો મંત્ર જાપ સ્ફટિકની માળા, રૂદ્રાક્ષની માલા, હકીકની માળા અને મૂંગાની માળાથી થાય છે.
માતંગી પ્રકૃતિની સ્વામિની છે.
માતંગીના બીજા ઘણા નામો છે જેમકે સુમુખી, લધુશ્યામા, રાજ માતંગી, કર્ણ માતંગી, ચંડ માતંગી, વશ્ય માતંગી, માંતગેશ્વરી, મોઢેશ્વરી વગેરે.
માતંગી વાકસિદ્ધિ આપનારી છે.

દેવીપુરાણ અનુસાર માતંગી દેવી એક સિંહાસન પર બેઠેલી છે. તેનો હસતો ચહેરો અને લીલો રંગના વર્ણવાળા છે. તેમના વસ્ત્ર અને તેના તમામ ઘરેણાં લાલ છે.તેમના ગળાની આસપાસ કદંબના ફૂલોની માળા છે. તે સોળ વર્ષની છે.

માતંગી તેણીની ડાબી બાજુ ખોપરી અને જમણી બાજુ લોહીવાળું ખડગ ધરાવે છે, અને તે રત્નથી ઘેરાયેલી વીણા ભજવે છે. તેના વાળ લાંબા અને જંગલી છે અને ચંદ્રની રેખા તેના કપાળને શણગારે છે. તેણી તેના ચહેરાની આસપાસ સહેજ પરસેવો કરે છે જે તેણીને વધુ સુંદર અને તેજસ્વી બનાવે છે. તેની નાભિ નીચે ચામડીના ત્રણ આડા ગણો અને સુંદર વાળની ​​પાતળી રેખા છે. તે રત્નજડિત આભૂષણો, તેમજ કડા, બાજુબંઘ, કાનની બુટ્ટી પહેરે છે. તે ચોસઠ કળાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેણીને બે પોપટ દ્વારા જોવામાં આવે છે.

માતંગી તેના ચાર હાથોમાં ખડગ, ઢાલ, પાશ, અંકુશ ધારણ કરે છે.

માતંગી જયારે શત્રુઓનો વિનાશ કરવા તત્પર બને છે ત્યારે તે અઢાર ભુજાઓ ધારણ કરે છે. આ અઢાર ભુજાઓમાં તે રક્તપાદ, રકતમાળા,ધનુષ્યબાણ, ખેટક, ખડગ, કુહાડી, ગદર, પરિઘ, શંખ, ઘટ, પાશ, કટાર, છરી, ત્રિશુલ, મદ્યપાત્ર, અક્ષમાળા, શકિતતોમર, મહાકુંભ એમ વિવિધ આયુધો ધારણ કરે છે.

માતંગી સિંહ પર સવારી કરનારી દેવી, શ્વેત વર્ણોમાં અત્યંત સુંદર સ્વરૂપિણી તરીકે ગુજરાતના મોઢેરામાં મોઢેશ્વરી નામે બિરાજે છે.

પુરાણોમાં માતંગીની ઉત્પત્તિ મોહરકપુર વિશે ઉલ્લેખ મળે છે કે ત્રેતાયુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં બેદભુવન, કલિયુગની શરૂઆતમાં મોહરકપુર, મધ્યમાં મોઢેરા અને કલિયુગના અંતમાં મોહસપુર તરીકે કહેવાશે.

તંત્રનો સાધક ગુરુ દીક્ષા વિના માતંગીના બીજ મંત્રનો જાપ કરી શકે નહી.
માતંગી વાયવ્ય દિશાની અધિષ્ઠાત્રી છે.
તંત્રનો સાધક માતંગીનો ઉપાસના કરે છે તો તેની જન્મકુંડળીનો સૂર્ય આપોઆપ બળવાન થઈ જાય છે.

જયારે કોઈ બોલતું હોય અને હજારોની ભીડ મંત્રમુગ્ધ થઈને સાંભળતું હોય, સમગ્ર જનો તેનાથી મોહ પામી ગયા હોય, સમગ્ર લોક તેના વશમાં જ હોય, શત્રુઓ તેનું અનિષ્ટ કરવા અસમર્થ હોય તો માની લો તેની પર “માતંગી” ની કૃપા છે.

મહર્ષિ વિશ્વામિત્ર કહે છે કે “માતંગી સાધનામાં નવ મહાવિદ્યાઓનો આપોઆપ સમાવેશ થઈ જાય છે”

“માતંગી મેવત્વં પૂર્ણ માતંગી પૂર્ણત: ઉચ્યતે” અર્થાત્ માતંગીની સાધના પૂર્ણતાની સાધના છે. જેણે માતંગીને સિદ્ધ કરી લીધી તેના જીવનમાં બીજું કંઈ સિદ્ધ કરવું પડતું નથી.

તંત્ર માર્ગ અનુસાર માતંગીની સાધનાથી મનુષ્ય શાસ્ત્રોનો જ્ઞાતા, વેદ વેદાંતોનો પ્રણેતા, સંગીત આદિ કળાઓમાં શ્રેષ્ઠ અને સર્વ વિદ્યાઓમાં નિપુણ થાય છે.

માતંગીના સાધકમાં સમ્મોહન શક્તિ આપોઆપ આવી જાય છે.

તંત્ર માર્ગ અનુસાર માતંગીની સાધનાથી મનુષ્ય શાસ્ત્રોનો જ્ઞાતા, વેદ વેદાંતોનો પ્રણેતા, સંગીત આદિ કળાઓમાં શ્રેષ્ઠ અને સર્વ વિદ્યાઓમાં નિપુણ થાય છે.

જય માઁ માતંગી.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page