24 C
Ahmedabad
Monday, December 23, 2024

પતિને વશ‌‌ કરવા માટે બેને શું કર્યું ? પછી શું થયું ?

હમણાં થોડા દિવસ પહેલાની વાત છે.એક બેન મને તેમના પતિદેવની કુંડળી બતાવવા આવ્યા હતા.આ બેનના પતિને છેલ્લા પાંચ વર્ષથી આખા શરીરે લકવો થયો છે તેથી તેમના પતિ જવાનીમાં જ પથારીવશ થઈ ગયા છે.આ બેનના ઘરે અત્યારે ખાવાનાં પણ ફાંફા છે.

તેમના પતિની કુંડળી જોયા પછી કુંડળીમાં મને તે બેનનો વાંક લાગ્યો.મેં બેનને કહ્યું કે બેન તમારા પતિની બરબાદી પાછળ તમારો જ ક્યાંક વાંક છે.બેન તો‌ મારી ઉપર ગુસ્સે થઈ ગયા અને જોરજોરથી મને કટુ વચનો કહેવા લાગ્યા.

હવે એ બેનને મારા વિશે ખબર નહીં કે ઈશ્વરની મારી પર શું કૃપા છે એમ ? પછી મેં મારા કામઠા માં થી એક બ્રહ્માસ્ત્ર કાઢ્યું અને કહ્યું કે બેન તમને પણ ગાયનેક પ્રોબ્લેમ છે જે મટતો જ નથી.

આ બેનને ગાયનેક રિલેટેડ એવો રોગ થયો છે કે આ બેને‌ અત્યાર સુધી દસ થી પંદર ગાયનેકોલોજિસ્ટ બદલી ચૂક્યા છે અને છતાંય ગુપ્તાંગમાં એવી લાય બળે છે કે આ બેનને દરરોજ ગુપ્ત ભાગમાં થી રક્ત સ્ત્રાવ થાય છે અને ગુપ્ત ભાગમાં થતા બળતરાને કોઈ મટાડી શકતું નથી.

હવે બેન થોડા ઢીલા પડ્યા.રડવા માંડ્યા પછી મેં ફરીથી કહ્યું કે‌ બેન આ બધી વસ્તુઓના કર્તા હર્તા તમે જ છો.પછી બેને મારી આગળ કન્ફેશ કર્યું કે આજથી દસ‌ વર્ષ પહેલાં મારા પતિ મારી જોડે ખૂબ ઝઘડતા હતા.મારી સાસુ અને નણંદનું કહ્યું કરતા હતા તેથી મારા પતિ મારી બધી જ વાત માને એટલે મેં તેમને વશ કર્યા હતા.

હું એક તાંત્રિક પાસે ગઈ હતી.તે તાંત્રિકે મને કહ્યું હતું કે તમે પીરીયડમાં ( માસિક માં ) આવો ને ત્યારે તમારા પીરીયડ માં આવતા લોહીનું એક ટીપું તેમના જમવામાં નાખી દેજો એટલે તમારા પતિ વશ થઈ જશે.

મેં તે તાંત્રિકના કહેવા પ્રમાણે કર્યું અને ત્યારબાદ મારા પતિ ધીમે ધીમે મારી બધી વાત માનવા માંડયા મને એવું લાગ્યું પણ ઝઘડા તો તોય રોજ થતાં હતાં.

એક દિવસ મારા પતિ બાથરૂમમાંથી બહાર નીકળતા હતા ત્યારે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા.અમે હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે એમને આખા શરીરે લકવો મારી ગયો હતો.ડૉકટરે અમને એવું કહી દીધું છે કે સેવા કરો.બેને કહ્યું મારે બે દીકરા છે જેમાં એક સાત વર્ષનો અને બીજો પાંચ વર્ષનો છે.અત્યારે હું ઘર ચલાવવા અને બાળકોને ભણાવવા બાર હજાર રૂપિયા મહિને પગાર માં એક ઓફિસમાં નોકરી કરું છું.મારા‌ પતિની દવાઓ એક સેવા ટ્રસ્ટમાંથી લાવું છું.

પછી મેં કીધું કે પેલો તાંત્રિક જેણે આ વશ કરવા માટેનો ટુચકો બતાવ્યો હતો એને આ બધું થયા પછી મળવા ના ગયા ? એણે શું કીધું ? બેને કહ્યું કે એ‌ તાંત્રિક હવે કંઈ જવાબ આપતો નથી.

દોસ્તો,આપણા પ્રિયજનને વશ કરવા માટે કરવામાં આવેલું તંત્ર કે તાંત્રિક ક્રિયાથી આપણને આપણા પ્રિયજન ગુમાવવા પડે છે અને આપણે પણ‌ અસહ્ય યાતનાઓ વેઠવી પડે છે.આપણો કોઈ જ વિકાસ થતો નથી.અંતે આપણને કેન્સર,એઈડ્સ અથવા લાખમાંથી એક જણને થઈ હોય એવી બીમારી આવે છે.

કર્મનું ચક્કર ફરીને તમારી પાસે પાછું જ આવે છે માટે તમે કોઈ પણ તાંત્રિક,ભૂવા કે આપું ટાપુ ને બાપુ ની વાતોમાં આવીને કોઈને પણ‌‌ વશ કરવા તંત્રનો દુરુપયોગ કરશો નહીં.આ વાત સ્ત્રી હોય કે પુરુષ તમામને લાગુ પડે છે.

એક વાત કહું હું છેલ્લી ?

શિવશક્તિની ભક્તિ જ એવી કરો કે તમારું તેજ ખીલે અને આખી દુનિયા તમારા તેજથી અંજાઈ જાય.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,579FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page