28 C
Ahmedabad
Friday, September 20, 2024

પૂનમે‌ કુંભ‌ ભર્યો એટલે શું ?

શિવાનંદ સ્વામી રચિત “જય આદ્યા શક્તિ આરતી” માં “પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા” માં સાંભળજો કરુણા” પંક્તિ આવે છે…..

તો‌‌ પૂનમે કુંભ ભર્યો એટલે શું ?

ગુજરાતીમાં કુંભનો અર્થ “કળશ” થાય છે.કુંભનો અર્થ “ઘડો” થાય છે.કુંભ નો અર્થ “મેળો” થાય છે.આ કુંભ ત્રણ પ્રકારના હોય છે.કુંભ, મહાકુંભ અને અર્ધકુંભ..

શિવાનંદ સ્વામીએ “પૂનમે કુંભ ભર્યો” આ પંક્તિ કયા સંદર્ભે લખી છે તે માટેના આટલા તર્ક વિચારી શકાય છે..

સૌથી પહેલો તર્ક — સમુદ્ર મંથન સમયે‌ સમુદ્રની અંદરથી જે કુંભ‌ નીકળ્યો હશે ત્યારે પૂનમ ( પૂર્ણિમા ) હશે અને તે કુંભને અમૃતથી માં આદિ પરાશક્તિ જગદંબાએ ભર્યો હશે આવું મારું માનવું છે.( ‘કોઈ જ ગ્રંથ કે‌ પુસ્તકમાં આવું લખ્યું નથી” )

બીજો તર્ક – સમુદ્ર મંથન સમયે વિષ્ણુ ભગવાન દેવોને અમૃતપાન કરાવતા હતા ત્યારે તેના થોડા ઘણા ટીપા પૃથ્વી પર પડયા હતા તેથી પૃથ્વી પર જે જે સ્થળે અમૃતના ટીપા‌ પડયા તે સ્થળે કુંભ ( મેળા ) નું આયોજન થાય છે આવી લોક માન્યતા છે.ત્રીજો તર્ક – આપણે બધા ગુજરાતીઓ પૂર્ણિમાના દિવસે આપણા કુળદેવીના મંદિરે દર્શન કરવા જઈએ છે અને દેવીના આ પવિત્ર તીર્થ સ્થળ પર વિશાળ મેળો ( કુંભ ) ભરાય છે તેથી કદાચ શ્રી શિવાનંદ સ્વામીએ લખ્યું હશે કે “પૂનમે કુંભ ભર્યો..

દર પૂનમના દિવસે ગુજરાતમાં આવેલા ત્રણ‌ શક્તિપીઠો અંબાજી,બહુચરાજી અને‌ પાવાગઢ કુંભ ( મેળો ) ભરાય છે. તથા બીજા અન્ય માતાજીના શક્તિપીઠોએ કુંભ (મેળો) ભરાય છે. ભાદરવી‌ પૂનમે અંબાજીમાં અને ચૈત્રી પૂનમે બહુચરાજીમાં મહાકુંભ (બહુ જ મોટો મેળો) ભરાય છે.

ભકતોના માનવ મહેરામણ જોઈને માતા રાજી થાય છે.એનું અંતર આનંદમય થાય છે.એના ભકતોની આવી શ્રદ્ધા અને એના પ્રત્યેના ભક્તિ ભાવથી એને રાજીપો થતો હશે.

તમને બધાને એક વાત કહું, બને તો પૂનમના દિવસે તમારી કુળદેવીના મંદિરે અથવા તમારા ઘરથી જે પણ નજીક પડતું હોય ત્યાં માતાજીના મંદિર જરુર જાજો કારણકે પૂનમે ચંદ્ર પૂર્ણ અવસ્થામાં હોય છે અને ચંદ્રની સીધી અસર તમારા મન પર થાય છે એટલે મનની ચિંતાઓમાંથી મુક્ત થવું હોય અને મનને હકારાત્મક ઉર્જાથી ભરી દેવું હોય તો અચૂક‌ માતાજીના મંદિરે જજો કારણકે મનનું સાંભળી જાયને એને માં કહેવાય છે.

અને શ્રી શિવાનંદ સ્વામી પણ કહે છે કે

“પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા”.

માં સાંભળજો કરુણા

વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કડેય મુનિએ વખાણ્યા.

ગાઈ શુભ કવિતા….

ઓમ જય‌ ૐ જય ૐ માં જગદંબે..

બોલ અંબે અંબે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page