17 C
Ahmedabad
Tuesday, December 24, 2024

મહાદેવજીએ ઉપમન્યુ‌ને આખો‌ ક્ષીર સાગર આપી દીધો.

એક નાના બાળકે પોતાની માતા સાથે દૂધ પીવા માટે કકળાટ કર્યો.માતા નિર્ધન હતી.તેણે તેના નાના બાળકને કહ્યું કે હું તને દૂધ લાવીને પીવડાવી શકું તેટલી સક્ષમ નથી.તું શિવ ઉપાસના કર.તને દૂધ પરમેશ્વર મહાદેવ પીવડાવી શકશે.બાળકે શિવ ઉપાસના કરી ને મહાદેવે આખો ક્ષીરસાગર આપી દીધો.

આ વાર્તા શિવપુરાણમાં આલેખિત છે.શિવ સાધના નામક પુસ્તકમાં ઉપમન્યુ રચિત જયશંકર સ્તોત્ર પણ છે.

વાત આખી એમ છે કે ઉપમન્યુ એક વખત‌ મામાના ઘરે રહેવા ગયો હતો.મામા તેમના છોકરાને જોઈએ તેટલું દૂધ પીવા આપે‌ પરંતુ પોતાના ભાણિયા ઉપમન્યુને માત્ર એક વાટકી જેટલું જ દૂધ પીવા આવે.મામાના ત્યાં થતાં આવા અન્યાયથી ઉપમન્યુ પાછા પોતાના ઘરે રહેવા આવતા રહ્યાં પરંતુ તેમણે ઘરે આવીને પોતાની માતા પાસે જીદ કરી કે માં મને દૂધ પીવું છે અને એટલું પીવું છે‌ કે હું દૂધ‌ પી‌ને ધરાઈ જવું.માતા ઉપમન્યુ ને‌ કહે છે કે હું નિર્ધન છું,મારી પાસે ગાયો-ભેંસો‌ પણ નથી કે જેને ઘર પાસે બાંધીને તેનું દૂધ દોહીને તેનું હું દૂધ પીવડાવી શકું ?

માતાની આવી વાત સાંભળીને પણ ઉપમન્યુ બાળહઠ કરવા લાગ્યો.તેણે માતાને રડી રડીને કહ્યું કે મને કંઈ નથી ખબર પડતી બસ‌ મને દૂધ પીવું છે.મને દૂધ‌ પીવડાવ.માતા ગુસ્સો કરીને બોલી કે “તારે દૂધ જ પીવું છે તો‌ આખા‌ વિશ્વના અધિપતિ વિશ્વનાથની પાસે જા.એ તારી ઈચ્છા પૂરી કરશે”

ઉપમન્યુ શ્રી માતાની આજ્ઞા લઈને પર્વત પર વિશ્વનાથ મહાદેવની તપશ્ચર્યા કરવા ગયા.તેની ઘોર તપશ્ચર્યાથી ઈન્દ્રલોક બળવા લાગ્યું.ઈન્દ્રને પોતાના ઈન્દ્રાસનની ચિંતા થતા તે તપસ્યા કરતા ઉપમન્યુ પાસે આવીને કહેવા લાગ્યા કે હે ઉપમન્યુ ! આપ‌ આંખો‌ ખોલો.હું આપને ઈન્દ્રલોક લઈ જવા આવ્યો છું.ત્યાં હું તમને દૂધ તો પીવા આપીશ જ પણ જાત જાતના વ્યંજનો થી સંતુષ્ટ કરીશ.

ઈન્દ્રના આમ કહેવાથી ઉપમન્યુ ઈન્દ્રને કહેવા લાગ્યા કે મારે તો મારા મહાદેવના હાથે દૂધ પીવું છે મારે તમારા દૂધનું કે તમારા કોઈપણ વ્યંજન નું કાંઈ જ કામ નથી. ઇન્દ્ર એ પરીક્ષા લેવાના હેતુથી ઉપમન્યુને મહાદેવ વિશે થોડા કટુવચનો કીધા.

ઈન્દ્રએ ઉપમન્યુને કહ્યું કે જે પોતે જ અઘોરી અને યોગી છે તે તમને શું દૂધ પાવાના ? જેના પોતાના જ રહેવા ખાવાના ઠેકાણા નથી એનાથી તમે દૂધની અપેક્ષા ના રાખો. ઈન્દ્રે મહાદેવ વિશે કહેલા કટુવચનો સાંભળીને ઉપમન્યુ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા ઉપમન્યુએ ઈન્દ્રને કહ્યું કે “તમે‌ મારા મહાદેવ વિશે એક પણ કટુવચન હવે કહ્યું તો હું તમને મારા તપના પ્રભાવથી બાળી દઈશ.ઉપમન્યુને ગુસ્સે થયેલા જોઈને ઈન્દ્ર ત્યાંથી અદશ્ય થઈ ગયા.

હવે બાકી હતું તો વિષ્ણુ ભગવાન પ્રગટ થયાં.વિષ્ણુ ભગવાન ઉપમન્યુને કહે છે કે હે ઉપમન્યુ ! તમને હું અમૃત સમાન દૂધ પાવું.તમે શિવની તપશ્ચર્યા છોડી દો.શિવને પામવા અને રીઝવવા ખૂબ જ કઠિન છે પણ ઉપમન્યુને પોતાની માતાના કહેલા વચન યાદ હતા કે ભગવાન શિવ જ તને જોઈએ તેટલું દૂધ આપી શકશે તેથી ઉપમન્યુએ‌
વિષ્ણુ ભગવાનની ક્ષમાયાચના માંગીને ફરીથી તપ કરવા લાગ્યા.

હવે ઉપમન્યુની તપશ્ચર્યા વધારે કઠિન થઈ.ઉપમન્યુ શિવને એક નિ:સહાય બાળક છું તેમ કરગરવા માંડ્યા.ઉપમન્યુ શિવને રીઝવવા જે સ્તોત્ર ગાયો હતો તે સ્તોત્રનું નામ “જયશંકર સ્તોત્ર” છે.આ સ્તોત્ર યુટ્યુબ પર સાંભળવા મળશે.શોધી કાઢજો.તમને ચોક્કસ મળી જશે.

ઉપમન્યુએ કરેલ કરુણ ભક્તિથી શિવજી પ્રસન્ન થયા અને ઉપમન્યુને આખો ક્ષીરસાગર આપી દીધો.

ક્ષીરસાગર એટલે આ સાગર ( સમુદ્ર ) માંથી તમને જોઈએ તેટલું અને કદી ખૂટે નહીં એટલું દૂધ,દહીં,ઘી,માખણ અને અલગ અલગ પ્રકારના જોઈએ તે વ્યંજનો મળી શકે છે અને તે‌ પણ કદી ખૂટતાં નથી.

ઉપમન્યુને તો દૂધના બદલે મહાદેવે આખો ય ક્ષીર સાગર આપી દીધો પણ તમારે પણ જીવનમાં કંઈ પણ જોઈએ તો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અડગ રાખજો.તમારા હિતમાં હશે અને તમારાં નસીબ માં હશે અને પરમેશ્વર સ્વયં ઈચ્છા કરતા હશે તો મહાદેવ તમને ચોક્કસથી તે આપશે.

બોલો હર હર‌ મહાદેવ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,579FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page