29 C
Ahmedabad
Thursday, September 19, 2024

શૂન્યાનાં શૂન્યસાક્ષિણી

આપણે શાળામાં હોઈ, દસમાં કે બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા આપીએ અને બોર્ડમાં નાપાસ થઈએ તો બધી જ મહેનત અને કારકિર્દી પર પાણી ફરી જાય છે અને આપણે “શૂન્ય” થઈ જઈએ છે. આપણે કોઈ જગ્યાએ બહારગામ જઈએ ને આપણું પર્સ ખોવાઈ જાય તો પૈસા વગર આપણે “શૂન્ય” થઈ જઈએ છીએ, આપણે ખૂબ પૈસાવાળા હોઈએ ને અચાનક ધંધામાં નુકસાન થાય ને બધુ જ વેચવાનો વારો આવે ત્યારે “શૂન્ય”થઈ જઈએ છે. આપણે આપણા બાળકોને મોટા કરીએ ને એ બાળકો ખોટા માર્ગે ચડી જાય તો આપણું જતન અને સંસ્કારો “શૂન્ય” થઈ જાય છે એમ ઘણી બધી રીતે આપણે કયાંક ને કયાંક આપણા જીવનમાં “શૂન્ય” નો સામનો કરતા હોઈએ છે પરંતુ જીવનમાં કયારેય પણ આપણે HERO માંથી ZERO ( શૂન્ય ) થઈ જઈએ ને ત્યારે એક વાત ચોકક્સ યાદ રાખવી કે જેણે “શૂન્ય”ને ઉત્પન્ન કર્યુ છે તેવી “આદિ પરાશકિત” ચોક્કસથી આપણું રક્ષણ કરશે.

ઘણીવખત આપણા પૂર્વજન્મોના કર્મો તથા સંચિત કર્મોના લીધે જ આપણી સાથે કંઈ થયું હોય છે તે સમય પૂર્ણતઃ રૂપે આપણે “શૂન્ય” થયા હોઈએ છે, ધણીવાર આપણને કંઈક શીખ મળે તે માટે કદાચ “શૂન્ય” થયા હોઈએ છે પણ જે કરોડો શૂન્યની ઉત્પત્તિ કરનાર છે એવી મહાશૂન્યની સાક્ષી “આદિ પરાશકિત”ના નિરંતર શરણે રહેવાથી તે “શૂન્ય” પછી આપણું નવું “સર્જન” ચોકકસ કરે છે. પેલી કહેવત છે ને કે “શૂન્યમાંથી સર્જન કર્યુ” તો આપણે “શૂન્ય” પણ થઈ જઈએ ને તો નિરાશ નહી થવાનું પરંતુ એમ સમજવાનું કે આદિ પરાશકિત આપણું નવું “સર્જન” કરવાની છે તેથી આપણે “શૂન્ય” થયા છે.

જયારે પ્રલય થાય છે ત્યારે કશું હોતું નથી માત્ર નિર્ગુણ નિરાકાર એક તેજપુંજ, શૂન્ય સ્વરૂપ બિંદુ રહે છે તે “આદિ પરાશકિત” છે. તે સમગ્ર લોકને સાચવે છે. તેને પામી શકાતી નથી, તેની માયાને જાણી શકાતી નથી છતાં એક બાળક ભાવે નિરહંકારી રહીને જે સમગ્ર રીતે પોતાની જાતને “શૂન્ય” કરીને તેની સ્તુતિ કરે છે તે મૂળ શકિતનો બાળક છે.

આજથી દસ વર્ષ પહેલા મને કોઈએ કહ્યું તું કે તું Zero ( શૂન્ય ) છે ત્યારે મને ખૂબ દુ:ખ થયું હતું પણ એ વાત મને આજે સમજાઈ કે “શકિતનો દરેક બાળક સૌથી પહેલા તો શૂન્ય છે” અને તમને આ શૂન્યની કિંમત ખબર છે શું છે ? તમે ગણિતનો કોઈ પણ આંકડો લઈ લો એ આંકડાની વેલ્યૂ તો “શૂન્ય” જ વધારે છે તેથી જો આપણે સૌ એકદમ સહજભાવે બાળકભાવે “શૂન્ય” બનીને શૂન્યાનાં શૂન્યસાક્ષિણી આદિ પરાશકિતના નિશદિન ચરણે રહીશું ને તો એ પણ “શૂન્ય”ની જેમ આપણી કિંમત વધારશે.

જો આપણે “શૂન્ય” થઈને રહેવું હોય તો કોઈના પણ પ્રત્યે ઈર્ષા કે દ્વેષભાવ ના રાખવા જોઈએ,કયારેય પણ આપણે આપણી જાતને મોટા કે વિદ્વાન નહી સમજવાનું,એકદમ Down to Earth રહેવાનું, બધા જોડે પ્રેમ ભાવ રાખવાનો,વિદ્વાન બ્રાહ્મણોનો આદર કરવાનો,કોઈ પણ જાતિ, વર્ણ કે ઉંમરમાં તફાવત ધરાવતા લોકોનો અનાદર નહિ કરવાનો, કોઇને તુચ્છ નહી ગણવાના. આ સર્વ વસ્તુનું તમે ધ્યાન રાખશો અને એકદમ “શૂન્ય” થઈ જશો ને તો ચોકક્સથી “આદિ પરાશકિત”ના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ આપોઆપ થશે કારણકે દેવી ભાગવતમાં દેવી આદિ પરાશકિત પરામ્બા સ્વયં કહે છે કે “આ પૃથ્વી પરના દરેક જીવો મારા બાળકો છે”.

બોલો જય અંબે માં.

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page