28 C
Ahmedabad
Friday, September 20, 2024

શ્રી બેચર ભગતે આ ચીલો પાડયો છે, માં બહુચરની ભક્તિનો જંગ માંડયો છે.

શ્રી બહુચર માં એ ભટ્ટ વલ્લભજીને ૩૫૦ વર્ષ પહેલા અમદાવાદથી ચુંવાળ બહુચરાજી પગપાળા જવાની પ્રેરણા આપી તેવી જ રીતે શ્રી બેચર ભગતજીને આવી જ કંઈક પ્રેરણા આજથી ૯૦ વર્ષ પહેલા ૧૯૩૪ ની સાલમાં થઈ હશે.

આજે પણ દર હોળી પૂનમે બેચર ભગતજીનો પગપાળા સંધ જાય છે અને સૌથી પહેલા બહુચરાજી મંદિર પર ધજા શ્રી બેચર ભગતજીના સંધની ચડે છે. આ બહુચરાજી પગપાળા જવાનો ચીલો શ્રી બેચર ભગતજીએ પાડયો હતો. ઘણા બધા ભગતો, ભજનિકો બેચર ભગતજીના સંઘમાં આવતા. સમયાંતરે ઘણા અલગ થઈને સંધ કાઢવા લાગ્યા હતા.

શ્રી બેચર ભગતજીનો સંઘ ત્યારબાદ તેમના દીકરા શ્રી નગીન ભગત બહુચરાજી લઈ જતા હતા. હાલ આ સંઘ શ્રી નગીન ભગતની દીકરીઓની પ્રેરણાથી ચાલતો આવે છે.

ઘણા લોકો કહેતા હોય છે કે શ્રી બેચર ભગતજીના સંઘમાં જાઓ તો તમને ઠાઠમાઠથી જવા મળે અને તમને બધી જ સગવડ મળે તો એ વાત તદન સાચી છે કારણકે શ્રી બહુચરમાં જ આવી જાહોજલાલી અને ઠાઠમાઠ આપી શકે. જેટલા પણ સંધમાં આવતા હતા એ બધા જ તન, મન અને ધનથી સુખી થઈ ગયા છે તો અમે આનંદ કરતા કેમ ના જઈએ ? આમ પણ માતાને એના બાળકો આનંદ કરતા કરતા એના પારે આવે એ જ ગમે ને ?

શાસ્ત્રમાં નવધા ભકિત વર્ણવી છે પણ મારી બહુચરના ગ્રંથનું પહેલું પાનું જ “આનંદ” નામની ભકિતથી શરૂઆત થાય છે તો અમે સૌ આનંદ કરતા જ જઈએ ને ? અમારા સંઘમાં જે ભજન કીર્તન થાય છે એમાં પણ ભગતજીની પૌત્રી શ્રી ધર્મીબેન બેચર ભગતજીના લખેલા ભજનો ગાય, ભૃંગળોનો નાદ વાગે, મંજિરાનો તાલ અને ઢોલનો ઢબકાર વાગે ને ત્યારે સાહેબ એક વાત ચોકક્સથી કહીશ કે અમારા સંઘમાં થતા ભજન કીર્તનમાં ચોકકસથી માતા આવીને ઠાઠમાઠથી રાજગાદી પર બેસીને સાંભળીને આનંદિત થતી હશે.

તમને એમ થશે કે બધા ચૈત્રી પૂનમે બહુચરાજી પગપાળા જાય પણ અમે હોળી પૂનમે પગપાળા જઈએ છે. પૂછો કેમ ? કારણકે હોળી રંગોનો તહેવાર છે. હોળી એ દૂષ્ટ શકિતઓ તથા દુષ્ટ વિચારોને હોળીકામાં દહન કરવાનો તહેવાર છે તેથી શ્રી બહુચરમાં સૌના જીવનમાં રંગો પૂરીને સર્વનું જીવન રંગબેરંગી કરે ને તેથી અને સર્વ દુષ્ટ શકિતઓ તથા દુષ્ટ વિચારો બળીને ભસ્મીભૂત થઈ જાય એટલે અમે હોળી પૂનમે પગપાળા જઈએ છે.

શ્રી બેચર ભગતજી પ્રેરિત સંઘમાં માત્ર બે જ ધજાઓ હોય છે.

એક શ્રી બહુચર માં ની ધજા.
બીજી શ્રી નારસંગવીર દાદાની ધજા.

બે જ ધજાઓ કેમ ? અને ધજા ચડાવવાનું મહત્વ શું ?

આવતીકાલે વાંચો.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page