21 C
Ahmedabad
Saturday, December 21, 2024

સાધુ કેવા હોવા જોઈએ ?

હમણાં એક મોટીવેશનલ સાધુનો મેં વિડિયો જોયો હતો.તેઓ તેમના વિડિયોમાં એવું બોલ્યા હતા કે અમારા સ્વામી એક વાર ધર્મ યાત્રા કરવા માટે હોંગકોંગ ગયા હતા.હોંગકોંગની એક ફાઈવ સ્ટાર હોટેલમાં તેમના સેવકે તેમની રોકાવાની વ્યવસ્થા કરી આપી હતી.સ્વામી હોટેલના બાવીસ માં માળે રૂમ માં રોકાયા હતા.તેમણે રૂમની બારીમાંથી એક પડદો હટાવીને કાચમાંથી મોટી મોટી બિંલ્ડીંગો જોઈને તેઓ થોડું હસ્યા.

સ્વામીના સેવકે સ્વામી ને પૂછ્યું કે આપ કેમ હસો છો ? ત્યારે સ્વામી બોલ્યા કે આ મોટી મોટી બિલ્ડીંગોમાં જે બેઠા છે તે લોકોને એમ છે કે આ દુનિયા તેઓ ચલાવે છે‌ પણ એ લોકોને ખબર નથી‌ કે આ દુનિયા અખિલ બ્રહ્માંડનો‌ સ્વામી જે હું છું અને હું આ દુનિયા ચલાવું છું.આ મોટીવેશનલ સાધુના આ વિડિયોના ભાષણથી મને ગુસ્સો ઓછો આવ્યો પણ મારા મનની સ્થિરતાએ મને એવો જવાબ આપ્યો કે ખરેખર જે સાચા સાધુ સંતો છે તેઓ “ધર્મયાત્રા” કરવા હરિદ્વાર અને કાશી જાય છે.સાધુઓને હોંગકોંગની ફાઈવ સ્ટાર હોટેલોનો શું મોહ ?

જે સાધુ સંતો પરમકૃપાળુ પરમાત્મા વિશે જાણે છે તમે તેમને પૂછો‌ કે આ અખિલ બ્રહ્માંડ કોણ ચલાવે છે ? તો તેઓ તમને તેમ કહેશે ” આ જગતનો પિતા શિવ અને માતા શક્તિ ચલાવે છે.

હકીકતમાં કહેવાતા સાધુઓ ધર્મની અને‌ સંપ્રદાયની દુકાનો ચલાવતા લોકો માર્કેટિંગ એજન્ટ બનીને તેમના સંપ્રદાયનું માર્કેટિંગ કરે છે.તે લોકો ક્યારેય કોઈ દિવસ‌ ભગવાન શિવ અને માં જગતજનની જગદંબા વિશે ક્યારેય પણ તેમના ભાષણોમાં‌ ઉચ્ચાર પણ કરતા નથી.તેઓ હંમેશાં તેમના માનેલા સ્વામીઓને ભગવાન તરીકે ચિતરીને અને તેમના ચમત્કારોની ચર્ચા કરીને આ જગતને મૂર્ખ બનાવે છે‌ અને લોકો પાછા આંધળું અનુકરણ કરે છે.

બ્રહ્મવર્વેત પુરાણ કહે છે કે જે લોકોને મૂળ પરમેશ્વર શિવશક્તિ વિ‌શે નથી ખબર તે‌ લોકો આખુંય જીવન અલગ‌ અલગ સંપ્રદાયોમાં ફર્યા કરે છે.

મારો મૂળભૂત હેતુ કોઈ સાધુની ટીકા,નિંદા કે ખરાબ બોલવાનો‌ નથી પણ હું એટલું જાણું છું કે હરિદ્વાર અને કાશી જેવા તીર્થ સ્થળોમાં ઓરીજીનલ સાધુઓ તપશ્ચર્યા કરે છે.આ સાધુઓને‌ ટીવી પર આવવાનો‌ કોઈ મોહ‌ નથી.તેમને તેમનું માર્કેટિંગ પણ નથી કરવું કે આ સંસારની કોઈ સુખ સાહ્યબી થી પણ કોઈ નિસ્બત નથી.

હું એક વખત વારાણસી કાશી ગયો હતો ત્યાં એક અખંડ બ્રહ્મચારીને મળ્યો હતો.તે બ્રહ્મચારી જમીન પર ચટ્ટાઈ પાથરીને સૂઈ જાય.તેમને જમવા માટે ભોજન મળે કે ના મળે તેમના મુખ‌ પર કાયમ તેજ પ્રગટતું હતું ( તેમને લાડુડી ની કોઈ ચિંતા નહીં ) તે કાશીમાં મર્સિડીઝ માં નહીં પણ‌ ઉઘાડા પગે પગપાળા ધર્મયાત્રા કરતા હતા.તેમની પાસે આઈફોન એપલ તો‌ શું નોકિયા નો સાદો ફોન પણ‌ નહોતો.તેઓ સવારે ચાર વાગે ઉઠીને શિવલિંગ પાસે બેસીને શિવ અનુષ્ઠાન કરતાં હતાં.ત્યારબાદ તે કાશીમાં અન્નપૂર્ણા માતાના મંદિરે જઈને શક્તિની સાધના કરતા હતા.મારે આવા સાધુઓના ચરણ સ્પર્શ કરવાં છે અને તમે પણ કાયમ આવા સાધુઓના ચરણોની ધૂળ માથે ચડાવજો.

જેની પાસે મોંઘા મોબાઈલો છે,મોંધી મોંધી ગાડીઓ અને રહેવા માટે એસીવાળા રુમો છે તે વળી કેવા સાધુ ?

શું તમે સાધુ ની વ્યાખ્યા જાણો છો ?

જેને‌ સંસારની મોહ માયા પમાડે તેવી કોઈ ચીજવસ્તુઓ થી નિસ્બત નથી તે સાધુ છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page