15 C
Ahmedabad
Friday, January 10, 2025

હે માં ! તારા સત્ થી તારા ભકતોનું મહત્વ વધે છે.

“હું વિશાલ છું, હું માતાજીના આર્ટિકલ લખું છું” જયારે આ “હું” આવે છે ત્યારે મારું કર્મ પાપથી બંધાય છે અને મને સમયે આવ્યે એની શિક્ષા મળે છે પરંતુ જો આ વાતને મારાથી આ રીતે કહેવામાં આવે છે કે “માતાજીની કૃપાથી મારાથી આર્ટિકલ લખાય છે” તો પાપ કર્મ બંધાતું નથી.આ મેં મારું પોતાનું ઉદાહરણ આપીને એક નાની વાત સમજાવી કે જયાં “હું કરું છું” એ ભાવ આવે છે ત્યારે આપણું મહત્વ ઘટે છે.

આપણી પાસે જે કંઈપણ કલ્પનાશકિત, જ્ઞાન, વિદ્યા, બુદ્ધિ, વિચારો, સર્જનાત્મકતા, ધન-સંપત્તિ, માન-સન્માન અને પ્રતિષ્ઠા છે એ માત્ર ને માત્ર માતાજીના સત્ થી છે. માં જગદંબાના સત્ થી આપણું મહત્વ વધે છે. જયારે માતા પ્રસન્ન થાય છે ત્યારે આપણા જીવનમાં આ બધુ જ એની જાતે આપણને પ્રાપ્ત થાય છે. માં જગદંબાના સત્ થી તમને ચાર લોકો સમાજમાં સારી રીતે ઓળખે છે. માતાના સત્ થી જ માતાના ભકતોનું મહત્વ સમાજમાં, દેશ-વિદેશમાં બધે જ વધતું હોય છે.

માં જગદંબાની કૃપાથી આપણી પ્રગતિ થતી હોય છે ત્યારે કોઈ આપણી પ્રગતિ જોઈને બળતું હોય છે અને હંમેશા આપણી ટીકા કરતું હોય છે ત્યારે દુ:ખી થવાની બદલે એમ સમજ્જો કે “આપણી પર માતાની કૃપા થઈ છે” કારણકે દુર્ગા સપ્તશતી ચંડીપાઠના અધ્યાય ચારના પંદરમાં શ્લોકમાં લખ્યું છે કે હે દેવી ! આપ જેમના ઉપર પ્રસન્ન થાવ છો તે પ્રતિષ્ઠિત થાય છે.તેને ધન અને યશ પ્રાપ્ત થાય છે. તેના ધર્મમાં કદી શિથિલતા આવતી નથી. સુપુત્ર, પત્ની અને સેવકોથી સમૃદ્ધિવંત થઈને કૃતકૃત્ય થાય છે.

આ સત્ એટલે એ સત્ય કે જેનું પરિવર્તન નથી થતું તે ત્યાંનું ત્યાં જ રહે છે.આ સત્ આદિ પરાશકિત જગદંબા છે જેના અલગ અલગ સ્વરૂપોથી તે વિવિધ નામોથી ઓળખાય છે. દુર્ગાસપ્તશતી ચંડીપાઠના ત્રણ ચરિત્રોમાં વર્ણવેલી ત્રણ મુખ્ય શકિતઓ શ્રી મહાસરસ્વતી, શ્રી મહાલક્ષ્મી, શ્રી મહાકાલીનું સત્, સત્ય, શાશ્વત આપણી સન્મુખ છે જયાં આપણે શ્રી મહાસરસ્વતીને પ્રાર્થના કરવાની છે કે હે માં ! અમને એવું લખાવો કે જે વાંચીને સર્વજનનું કલ્યાણ થાય.શ્રી મહાલક્ષ્મીને કહેવાનું છે કે હે માં ! અમને એવું ધન આપો કે જેનાથી અન્યની મદદ કરી શકાય.શ્રી મહાકાલીને વિનવવાનું છે કે હે માં ! અમને એવી શકિત આપો કે જેથી સર્વનું રક્ષણ કરી શકાય.

આ ત્રણ શકિતનું મૂળ “બાલા” છે જે “ત્રિપુરા” પણ કહેવાય છે. બાલા આદિ પરાશકિતનું બાળ સ્વરૂપ છે. સર્વમાંઈભકતોએ “બાલા” ના સ્વરૂપને “બાળક” ભાવે પૂજન કરવું જોઈએ અને બાળકની જેમ ચિંતામુકત થઈને આનંદ કરવો જોઈએ.જયારે બાલાનો બાળક રડે છે ત્યારે “બાલા”ને ગમતું નથી કારણકે બાળક રડે એ વળી માં ને કેમ ગમે !! અને રહી વાત કંઈ માંગવાની તો “બાલા” પાસે કંઈ માંગવું ના જોઈએ કારણકે “જે મનનું સાંભળી જાય એને “બાલા” કહેવાય. આ જ બાલાના સત્ થી એના બાળકોનું મહત્વ વધે છે એ પરમ સત્ છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,586FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page